Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

વેરાવળઃ ૩ દિ'માં ૧ર૦ માસ્ક અંગે ૬૦૦૦૦નો દંડ વસૂલાયો

૧૩ વાહનો ડીટેઇનઃ ૧૦ હજારથી વધુ એન.સી.કેસો

વેરાવળ તા.૪ : પોલીસ દ્વારા શહેરમાં કડક હાથે કામગીરી હાથ ધરાયેલ છે. ત્રણ દિવસમાં માસ્કવગર ૧ર૦ વ્યકિતઓ પાસે રૂ.પ૦૦ લેખે ૬૦,૦૦૦નો દંડ તેમજ ૧૩ વાહનોડીટેઇન કરાયા હતા અને સ્થળ ઉપર ૧૦,૦૦૦થી વધારે એન.સી.કેસ કરી રોકડ રકમ વસુલ કરેલ હતી. તેમ છતાં શહેરમાં છડેચોક નિયમનો ભંગ થઇ રહેલ છે. જેથી સંક્રમણ વધતી જાય છે. વેરાવળ શહેરના  પી.આઇ. ડી.ડી.પરમાર દ્વારા શહેરમાં ટ્રાફિક પોલીસ તેમજ અન્ય બ્રાંચો દ્વારા કડક કામગીરી હાથ ધરાયેલ હતી.

અનેક જગ્યાએ જાહેરમાં જુગાર રમતા હોય તેના દરોડા પાડેલ હતા. કેફી પીણુ પીને નીકળતા શખ્સોની અટકાયત કરેલ હતી. રાત્રે ૮ વાગ્યા પછી દુકાનો ખુલ્લી રાખતા હોય તેવા માલીકો સામે પણ ગુનાદાખલ કરેલ હતા. પોલીસ દ્વારા કડક કામગીરી થઇ રહેલ છે. તેમ છતાં શહેરમાં આની કોઇ અસર ન હોય તે રીતે નાગરીકો દ્વારા નિયમોનું છડેચોક ભંગ થઇ રહયો છે. દિવસે દિવસે સ્થાનિક સંક્રમણ વધતી જાય છે. નાગરિકો દ્વારા કાયદાનું પાલન નહી કરવામાં આવે તો વધુ કડક કામગીરી કરવામાં આવશે.

(12:58 pm IST)