Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ઉનાના કાકેડીમોલીમાં જૂગાર રમતા ૮ શખ્સો ૧૧ હજાર રોકડ સાથે ઝડપાયા

ઉના તા. ૪ :.. કાકેડી મોલી ગામે જુગાર રમતા ૮ શખ્સોને પોલીસે રોકડ રૂ. ૧૧ર૪૦ સાથે પકડી પાડેલ છે.

જીલ્લા પોલીસવડા રાહુલભાઇ ત્રિપાઠીની સુચનાથી પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી ત્થા હેડ કોન્સ્ટેબલ એસ. વી. સોલંકી, કરસનભાઇ બી. સોલંકી, હિતેશભાઇ અરશીભાઇ વાઘેલા, સંદીપભાઇ સી. વાજા પેટ્રોલીંગમાં હતા ત્યારે ગીરગઢડા તાલુકાના કાકેડી મોલી ગામે કોળી વિસ્તારમાં પાણીના અવેડાની બાજુમાં પૈસાની હારજીતનો જૂગાર રમતા નરસી વીસા બારીયા, ધનસુખ વીસા બારીયા, કનુ ઉફે કાળુ જેન્તી બારીયા, વલકુ બાબુ બારીયા, પરેશ રણછોડ, પુના રાજા, ભરત નારણ, હરી લખમણ રહેવાસી તમામ કાકેડી મોલી તા. ગીરગઢડા વાળાને પૈસાની હારજીતનો જૂગાર રમતા રોકડા રૂ. ૧૧ર૪૦ સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:36 am IST)