Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ભુજના જાણીતા તબીબે આપી કોરોનાને મ્હાત

ભુજ તા. ૪ : કચ્છમાં કોરોનાના વધતાં જતાંઙ્ગ ઙ્ગસંક્રમણ વચ્ચે ભુજમાં પ્રેકિટસ કરતા તબીબ ડો. અશોક ત્રિવેદી પણ કોરોનાગ્રસ્ત થયા હતા. ગત/૧૯/૭ ના તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટના એક દિવસ પહેલાં જ તબિયત અસ્વસ્થ લાગતાં તેઓ કવોરેન્ટાઈન થઈ ગયા હતા. તેમણે ઘેર આઇસોલેશનમાં રહીને કોરોનાની સારવાર લઈ કોરોનાને મ્હાત આપી હતી.

જોકે, સારવાર સાથે સાત દિવસમાં જ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પણ સ્વસ્થ થઈ ગયા બાદ તેઓ વધુ એક અઠવાડિયું હોમ કવોરેન્ટાઇનમાં જ રહ્યા. કોરોના સંદર્ભે 'અકિલા' સાથે વાત કરતા ડો. અશોકભાઈ કહે છે કે, ભલે અત્યારે કોરોનાનો 'હાઉ' હાવી થઈ ગયો હોય પણ જરાયે ડર્યા વગર દર્દીઓ મક્કમ મનોબળ સાથે યોગ્ય તબીબી માર્ગદર્શન દ્વારા કોરોનાને મ્હાત આપી શકે છે.

કોરોનાનો કોઈ હાઉ મન પર રાખવાની જરૂર નથી. પણ, તે સંક્રમણથી ફેલાતો હોઈ તેને લગતી સાવચેતી રાખવી જરૂરી છે, ડો. અશોક ત્રિવેદી ભુજ અને મુન્દ્રાની સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અવારનવાર મેડિકલ કેમ્પના આયોજનમાં અગ્રેસર રહેનાર ડો. અશોક ત્રિવેદી શરૂઆતથી જ કોરોના સામેના જાગૃતિ કેમ્પમાં પણ અગ્રેસર રહ્યા છે.

(11:33 am IST)