Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ધોરાજીમાં ૨૨ બેડની કોવિડ હોસ્પિટલનો પ્રારંભ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૪ : સ્ટેશન રોડ વિસ્તારમાં 'સ્કેન્ડ લાઇફ કેર'ના નામથી ડોકટર હાર્દિકભાઈ સંઘાણીએ કોરોના કેર સેન્ટરની શરૂઆત કરી. નાયબ કલેકટર મિયાણીએ આ હોસ્પિટલનું ઉદઘાટન કરેલ છે.

ડોકટર હાર્દિક સંઘાણીના જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓ માટે વોર્ડ રહેશે. જેમાં જે દર્દીઓના સેમ્પલ લેવાયેલા હોય અને હજુ રિપોર્ટ ન આવેલ હોય તેવા દર્દીઓની અલગ વ્યવસ્થા થશે હોસ્પિટલમાં તેમની એન્ટ્રી એકિઝટથી લઈને તમામ અલાયદી સુવિધા છે. આ સિવાય જનરલ વોર્ડ રહેશે. જેમાં જેની તબિયત સ્થિર હોય તેવા દર્દીને રાખવામાં આવશે અને એચડીયુ તથા આઇસીયુ પણ રહેશે વેન્ટિલેટરની પણ સુવિધા છે.

૨૪ કલાક બે મેડિકલ ઓફિસર હાજર રહેશે તથા અનુભવી નર્સિંગ સ્ટાફ અને કોર્પોરેટ કલ્ચર ની ધોરાજીમાં સુવિધા મળે તે માટે ધોરાજીના ખ્યાતનામ રાઈટ આન્સર રેસ્ટોરન્ટમાંથી સવારનો નાસ્તો પછી ફ્રુટ, બપોરનું ભોજન અને સાંજે ચા પછી રાત્રનું ભોજન અને છેલ્લે રાત્રે હળદરવાળું દૂધ તમામ પેશન્ટને આપવામાં આવશે. કુલ ૨૨ પથારીની આ હોસ્પિટલ રહેશે. એકસપર્ટ એમડી તરફથી સ્ટેશન આપવામાં આવશે.

ધોરાજીમાં આ સેન્ટર શરૂ થતા હર્ષની લાગણી એટલા માટે ફેલાય છે કે રાજકોટ હોસ્પિટલના ધક્કા બચશે અને ધોરાજીમાં ઘર આંગણે કોરોનાની સારવાર થઇ શકશે.

આ તબક્કે નાયબ કલેકટર ગૌતમ મિયાણી હાજર રહી અને શુભેચ્છા પાઠવેલ નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમાર શુભેચ્છા પાઠવેલ. મેડિકલ ઓફિસર ડોકટર રાજકુમાર બેરા અને મેડીકલ ઓફિસરશ્રી પુનિતભાઈ વાછાણી એ પણ શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે ધોરાજીમાં ઘર આંગણે સારવાર થાય અને તે પણ કોર્પોરેટ કલ્ચર ની સારવાર સરકારશ્રીના નિયત ભાવે મળી રહે તો તેનો ફાયદો આમ જનતાને થશે

આ સાથે ધોરાજીના સરકારી વકીલ કાંતિકારી પારેખ, આઈબીના પોલીસ ઇન્સ્પેકટર સુથાર, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, ડો. રાજ બેરા, ડો. પુનિત વાછાણી, બ્લોક હેલ્થ ઓફિસર ડો.બારોટ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રફુલભાઈ જાની, મનીષભાઈ સોલંકી તેમજ ધોરાજીના ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

(9:58 am IST)