Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ભાવનગરમાં પાણીપુરી ખાવા ઉભેલા વ્યક્તિના સ્કૂટરની ડિકીમાંથી 6,50 લાખની ઉઠાંતરી

 

ભાવનગરમાં એક વ્યક્તિને પાણીપુરી ખાવી રૂપિયા 6.50 લાખમાં પડી છે. નિર્મળનગર પાસે સ્કૂટરની ડીકીમાંથી 6.5 લાખની ઉઠાંતરી થઇ હતી. ભરતભાઇ નામના વ્યક્તિ તેમના વેપારીના નાણાં લેવા માટે નિર્મળનગર આવ્યા હતા. ત્યારે માધવરત્ન બિલ્ડીંગમાંથી રકમ લઈને પાણીપુરી ખાવા ઉભા રહ્યા હતા. ત્યારે કોઈ ઈસમ ડેકીતોડી 6.50 લાખની ઉઠાંતરી કરી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

(12:34 am IST)