Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ભાણવડમાં વન મહોત્સવ

ભાણવડઃ ૬૯માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી આઇટીઆઇ ખાતે મામલતદારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ પ્રસંગે વન વિભાગના અધિકારી કે.એન. ભીંભા, આઇટીઆઇ, પ્રિન્સીપાલ ટીે.એન. ભાવસાર, ઇ.તા. વિકાસ અધિકારી ભરતસિંહ સોલંકી, નગરપાલિકા પ્રમુખ જયોત્સવનાબેન સાગઠીયા,  આઇસીડીએસના સુપરવાઇઝર બહેનો, રાજકિય આગેવાનો તેમજ વિવિધ સરકારી કચેરીઓનો સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. તાલુકા શાળા નં.ર (બ્રાંચ શાળા) ખાતે 'ધનિષ્ઠ વનિકરણ ઝુંબેશ-૨૦૧૮' અંતર્ગત શાળાના શિક્ષકો તેમજ ફોરેસ્ટ સ્ટાફ તરફથી શાળાના વિદ્યાર્થીઓને વિવિધ જાતના રોપાઓનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ફોરેસ્ટ ખાતાના અધિકારી કે.એન. ભીંભાના માર્ગદર્શન હેઠળ કે.એલ.ચાવડા, કે.બી. પાટડીયાા, એસ.આર.વકાતર, પી.બી. ત્રિવેદી, કુ.એસ.કે. હિંગોરા, આર.જે.ઝાલા, એસ.ડી. જાડેજાએ જહેમત ઉઠાવેલ હતી. વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે તસ્વીર. (૧.૧)

(12:42 pm IST)