Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

રાજૂલામાં ડીવાયએસપી કચેરી શરૂ કરવાની માત્ર વાતો...?

રાજૂલા તા.૪ : ગત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજય સરકાર દ્વારા રાજૂલામાં ડીવાયએસપી કચેરી કાર્યરત કરવાની જાહેરાત કરી હતી. આ કચેરી શરૂ થાય તે માટે ૨૦૦૯માં સરકારમાં પ્રયોજલ તૈયાર થઇને ગઇ હતી ત્યારબાદ હાલ રાજુલા પંથકમાં ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો હોય પરપ્રાંતિય લોકોની અવરજવર વધી હોય કાયદો અને વ્યવસાયની સ્થિતિ પડી ભાંગી હોય અહી સત્વરે આ કચેરી કાર્યરત થાય તે માટે ભાજપના પદાધિકારીઓ દ્વારા સરકારમાં રજૂઆતો થઇ રહી હતી.

રાજુલા જાફરાબાદ પી.આઇ પોલીસ સ્ટેશનો છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન, ડુંગર, નાગેશ્રી, પીપાવાર મરીન, પો.સબ. ઇન્સ.ની કક્ષાના પોલીસ સ્ટેશનો છે. આ વિસ્તારની આમ પ્રજા સુખ શાંતીથી રહી શકે અને કાયદો વ્યવસ્થાની સ્થિતી અસરકારક રીતે જળવાઇ રહે તે માટે રાજય સરકાર દ્વારા ગત વિધાનસભાની ચૂંટણીમાં નજીકના જ સમયમાં રાજુલા ખાતે ડીવાયએસપી કચેરી કાર્યરત કરવાની જાહેરાત કરી હતી. કચેરીને બેસવા માટે જૂની મામ.ઓફીસ કે ડે.ક.કચેરી જેવી સગવડ ઉપલબ્ધ હોવા છતા અને સરકારે સૈધ્ધાંતીક રીતે આ કચેરી અહી કાર્યરત કરવાનો નિર્ણય લીધો હોવા છતા લાંબા સમયગાળા પછી પણ આ કચેરી કાર્યરત ન થતા હવે આમ પ્રજામાં એવો પ્રશ્ન ઉઠયો છે.(૪૫.૨)

 

(12:41 pm IST)