Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ખારેકના વાવેતરમાં કેશોદનાં કરેણી ગામમાં પ્રગતિશીલ ખેડૂતે સફળતા મેળવી

જૂનાગઢ તા.૪: જૂનાગઢ જિલ્લાનો કેશોદ તાલુકો જિલ્લાનાં અન્ય તાલુકાની તુલનાએ ઓછી પાણી ઉપલબ્ધી અને પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ, મીઠા પાણીના તળ ઉંડા, ગરમ વાતાવરણ હોવાથી અન્ય રોકડીયા પાકની ફસલ કરતાં અન્ય કયો પાક વાવીએ તો ઉત્પાદન વધુ મળે તે દિશામાં કેશોદનાં કરેણી ગામનાં પ્રયગશીલ ખેડુત ડાયાભાઈ દેસાઈએ પોતાનાં ખેતરમાં એવો પાક વાવવો કે જે અન્ય ખેડુતો માટે પ્રેરક હોય, બસ આ વાતથી શરૂ થયેલ વિચાર આખરે ડાયાભાઇનાં ખેતરમાં લચતી ખારેકનાં પાક સુધી પહોંચતા અન્ય ખેડુતો માટે રાહબર બનવા કાફી હતો. અત્યારે એક વૃક્ષમાં પચ્ચાસ કીલો ખારેકનું ઉત્પાદનની ધારણા સાથે સારી આવક મેળવી વધુ વૃક્ષોનું વાવેતર કરવાની તૈયારી કરતા ડાયાભાઇ ખેતરમાં ચંદનના સીતેર વૃક્ષો બીજા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી આયોજન બદ્ઘ આધુનિક ખેતી કરી રહ્યા છે.

કરેણી ગામનાં ડાયભાઇ દેસાઇએ કચ્છ ની પ્રખ્યાત ગણાતી ખારેક નું વાવેતર કરી તેમાં સફળતા મળે કે નહિ તેના અખતરા રૂપે શરૂઆતમાં ખારેક ના પચાંસ વૃક્ષો વાવેલ જેમાં ચાર વર્ષે બાદ ખારેક નું ઉત્પાદન શરૂ થયું હતું જેમાં સારૂ ઉત્પાદન સારી કવોલિટી ની ખારેક નું ઉત્પાદન થતાં તેમને અનુભવાયું કે કચ્છ જિલ્લા ની વધુ થતી ખારેક આપણા સોરઠ માં પણ ખારેક થઈ શકે છે અને સારૂ ઉત્પાદન મેળવી શકાય છે ઓછા ખર્ચે ઓછી માવજતે સારી આવક મેળવવા માટે ખારેકની સફળ સાબિત થઈ રહી છે.

ડાયાભાઇ દેસાઈએ છ વર્ષ પહેલા ખારેકના પચ્ચાસ વૃક્ષો વાવેલ જેમાં ગયા વર્ષથી ઉત્પાદન શરૂ થયુ છે જેમાં સારી ગુણવતા વાળી ખારેક તથા પોષણક્ષમ ભાવ પણ મળી રહેછે અને સારી ગુણવતા હોવાથી બજારમાં વેંચાણ કરવા જવુ પડતું નથી તેમની વાડીમાંથી જ ગ્રાહકો ખરીદી કરવા આવે છે ગત વર્ષે પંદર સો કીલો જેટલુ ઉત્પાદન થયુ હતુ જેની સામે આ વર્ષે પચ્ચીસ ટકા જેટલુ વધુ ઉત્પાદન થવાનો અને અઢાર સો થી બે હજાર કીલો ખારેક નુ ઉત્પાદન થાય તેવો અંદાજ છે, હાલના વર્ષમાં ખારેકના વૃક્ષોમાં આવેલ ખારેકના લાગેલ ફાલ ખારેકની લુમોમાં કાપડ બાંધવામાં આવ્યા છે જેનાથી પક્ષીઓ તથા મધમાખીઓ ડંખ મારી નુકશાની ન પહોંચાડી શકે અને ખારેકની સારી ગુણવતા જળવાઈ રહે તે માટે કાપડ બાંધવામાં આવે છે ખારેક નું વાવેતર બિન ઉપયોગી જમીન જેવી કે સેઢા પાળે વાવેતર કરવામાં આવે તો જમીન નું સંરક્ષણ થાય ભૂંડ તથા રોજ સહિત ના પ્રાણીઓ થી પણ ખેત પેદાશ ને રક્ષણ મળે છે સાથે આવક પણ થાય છે

દરીયાકાંઠાનાં વિસ્તારોમાં પાણીમાં ક્ષાર અને ટીડીએસ વધુ હોવાથી અન્ય પાકો થતા ન હોવાથી ખેડુતો હવે ખારેકનું વાવેતર કરવા લાગ્યા છે. શિયાળાના અંત ભાગ અને ઉનાળાના પ્રારંભે ખારેકના ઝાડમાં હાથોલા બેસવાના શરૂ થાય છે, કરેણીનાં પ્રયોગશીલ ખેડુત ડાયાભાઇ દેસાઇએ પોતાનાં ખેતરમાં ખેતરનાં ખરાબામાં કંચન સમાન ખોરેકનું સફળ વાવેતર કરી સોરઠનાં ધરતીપુત્રોને નવો રાહ ચિધ્યો છે.(૨૩.૩)

(12:41 pm IST)