Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

સોમનાથ મિશન મંગલમ યોજના હેઠળ મહિલાઓને ૩૮.૮૪ લાખ ચેકનું વિતરણ સન્માન

પ્રભાસપાટણ તા ૪ : સોમનાથ ખાતે જીલ્લા પં. પ્રમુખ રૈયાબેન જાલંધરાના અધ્યક્ષ સ્થાને મહિલા સ્વાવલંબન ઉજવણી અંતર્ગત ઋમશન મંગલમ યોજનાનો લાભ લઇ સ્વાવલંબી થયેલ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓનું બહુમાન કરાયું

ઉનાના સોલંકી દેનાબેન, વેરાવળના સુમરા ઝરીનાબેન, તલાલાના ગોસ્વામી હંસાબેન, કોડીનારના રાઠોડ જગાબેન, ગીર ગઢડાના ચોૈહાણ શાંતુબેન અને સુત્રાપાડાના નિર્મલાબેન વણકરનું જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન, જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્મા, વેરાવળ નગરપાલીકા પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન સુયાણી, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક ઇલાબેન ગોહિલ, ચીફ ઓફિસર જતિન મહેતા, અગ્રણી ડાયાભાઇ માલધારીના હસ્તે બહુમાન કરવામાં આવેલ.

આ પ્રસંગે મિશન મંગલમ યોજના હેઠળ ઉના, કોડીનાર,સુત્રાપાડા અને તલાલા તાલુકાના સ્વ સહાય જુથ અને ગ્રામ્ય સંગઠનોને રિવોલ્વીંગ ફંડ અને  કેશક્રેડીટ માટે રૂા૩૮.૮૪ લાખનાચેકનું વિતરણ કરવામાં આવેલ. આ ઉપરાંત એન.આર.એલ.એમ. ની યોજના તળે તાલીમ પામેલ ખેડૂતોને નગરપાલીકાના મંજુલાબેન સુયાણી, કારોબારી ચેરમેન રાજેશ ગઢીયા, નગરપાલીકા પક્ષના નેતા રમેશ ભટ્ટ, નગરપાલીકાના સદ્સ્યો હેમીબેન જેઠવા, નિર્મલાબેન બાદલશાહ, દિપીકાબેન કોટીયા, જિલ્લા પ્રદેેશ પ્રતિબંધ અધિકારી એમ.જી. વારસુર, પ્રો. જીવાભાઇ વાળા ના હસ્તે પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવેલ હતા. અન તકે મહાનુભવોએ રાજય સરકારની મહિલાલક્ષી યોજનાઓની વિસ્તૃત જાણકારી સાથે તેનો મહતમ લાભ લેવા જણાવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા મિશન મંગલમના પ્રોજેકટ કો ઓર્ડિનેટર પુનીતા ઓઝા, હિતેષ રાઠોડ, નગરપાલીકાના જયદિપસિંહ ઝાલા તથા ગમ્ય વિકાસ એજન્સીના કર્મચારીઓ સહયોગી થયા હતા. (તસ્વીર દેવાભાઇ રાઠોડ) (૩.૨)

(12:39 pm IST)