Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જામનગરમાં મહિલા સશકિતકરણ પખવાડીયા અંતર્ગત 'બેટી બચાવો બેટી પઢાઓ' રેલી યોજાઇ

 જામનગરઃ મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી  અંતર્ગત સામાજિક સ્તરે સ્ત્રીઓના જન્મ દરમાં સમાનતા આવે અને બેટીના જન્મને વધાવવા લોકભાગીદારી વધે તે હેતુથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 'બેટી બચાવો બેટી પઢાઓ' રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં રોટરી કલબ ઓફ જામનગર, સર્વોદય મહિલા મંડળ, એ.કે.દોશી મહિલા કોલેજ, ડેન્ટલ કોલેજ, સજુબા ગર્લ્સ હાઇસ્કુલ, ફિજીયોથેરાપી કોલેજ, ગુ.સા. મહેતા સ્કુલ તથા જે.એમ.સી. આઇ.સી.ડી.એસ. સ્ટાફ, તાલુકા હેલ્થ ઓફીસ જામનગર સ્ટાફ વગેરે સંસ્થાઓએ ભાગ લીધેલ હતો. આ તકે ઉપસ્થિત મેયર હસમુખભાઇ જેઠવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વશરામભાઇ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.જે.પંડ્યા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.વી.પટેલ દ્વારા લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવેલ હતુ. તે પ્રસંગની તસ્વીરમાં જોડાયેલ વિદ્યાર્થીનીઓ નજરે પડે છે.(૨૩.પ)

(12:34 pm IST)