Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

પવનના સૂસવાટા સાથે વાદળછાંયુ વાતાવરણ

મેઘરાજાની રાહ જોતા લોકોઃ વાવણી બાદ હવે વરસાદના સારા રાઉન્ડની જરૂર

રાજકોટ, તા. ૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે પવનના સૂસવાટા ફુંકાઈ રહ્યા છે અને મોડી રાત્રીથી આખો દિવસ ગરમી સાથે સામાન્ય ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.

છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. જો કે ગઈકાલે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગીર સોમનાથ જીલ્લાના તાલાલામાં અડધો ઈંચ તેમજ અન્ય જગ્યાએ ઝરમર વરસાદ વરસ્યો હતો.

મેઘરાજાએ વિરામ લેતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે. વાવણી કાર્ય બાદ હવે મેઘરાજા મહેર કરે તેવી જરૂર છે કારણ કે વાવણી બાદ સમયસર વરસાદ વરસે તે જરૂરી છે. જો કે છેલ્લા થોડા દિવસોથી વાદળા છવાઈ જાય છે, પરંતુ વરસાદ વરસતો નથી.

જામનગરનું હવામાન

જામનગરઃ શહેરનું હવામાન મહત્તમ ૩૩, લઘુતમ ૨૬.૮, ભેજ ૮૬ ટકા, પવન ૧૬.૪ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

(12:30 pm IST)