Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

પોરબંદરની કેમીકલ ફેકટરી પ્લાન્ટનો ચોથો માળ બેસી ગયો

કલેકટર તથા લેબર કમિશ્નર દોડી ગયાઃ ચોથા માળનો સેકશન પ્લાન બંધ કરાવ્યોઃ જાનહાનિ નથી

પોરબંદર, તા., ૪: અહી સૌરાષ્ટ્ર કેમીકલ્સ (જુની બીરલા  ફેકટરી)ના વેસ્ટ સેકશન ટીએલએન પ્લાનનો ચોથો માળ અકસ્માતે બેસી જતા મોટી નુકશાની થઇ છે.

અકસ્માત સમયે પ્લાન્ટમાં કોઇ વર્કરો ન હોય સદભાગ્યે જાનહાની થઇ નથી. આ અકસ્માત ગત તા.૩૧ મીએ બન્યો હતો.

ફેકટરીમાં અકસ્માતની જાણ થતા કલેકટર અને લેબર કમિશ્નરને જાણ થતા કલેકટર અને લેબર કમિશ્નર સ્થળ ઉપર દોડી ગયેલ અને હાલ પુરતો આ ચોથા માળનો સેકશન પ્લાન્ટ બંધ કરાવી દીધો છે. બે વર્ષ પહેલા આ સેકશન પ્લાન્ટનો સ્લેબ તુટી પડયો હતો. ૧૯પ૬માં આ ફેકટરી શરૂ થઇ હતી. ભુતકાળમાં ૧૯૬૦ના અરસામાં પ્લાન્ટનું 'કલીન' ફાટતા ૬ના મોત નિપજયા હતા. તાજેતરમાં પ્લાન્ટનો ચોથો માળ બેસી જતા ફેકટરીના ડાયેરકટર હિરેનભાઇ પોરબંદર આવી રહયાનું જાણવા મળે છે. (૪.૩)

 

(12:27 pm IST)