Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

કચ્છના માંડવીના બાયઠ ગામે દલિત યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત

ચોરીનો આરોપ મૂકીને ઢોર માર મારીને અપશબ્દો કહેતા પગલું ભરી લીધું

કચ્છના માંડવી તાલુકાના બાયઠમાં 27 વર્ષના દલિત યુવક ભાવેશ મહેશ્વરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે

  ભાવેશ એક મોબાઇલની દુકાનમાં ગયો હતો જ્યાં પિતા-પુત્રએ તેની પર મોબાઇલ ચોરીનો આરોપ લગાવીને તેની જાતિ અંગે અપશબ્દો બોલીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.આ ઘટના ભાવેશ સાથે જાહેરમાં કરવામાં આવી હતી. જેના કારણે તે ઘણો દુખી થયો હતો

   ભાવેશના પિતા શીવાજી મહેશ્વરીએ માંડવી તાલુકામાં મોટાલાયજા ગામમાં રહેતા પિતા સુમાર ગઢવી અને પુત્ર દિપક ગઢવી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પિતા-પુત્ર સામે આત્મહત્યા માટે દુપ્રેરણ અને એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો દાખલ કરાયો હતો.


   પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે બાયઠ ગામે ભાવેશ મહેશ્વરીએ તેના ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે પછી તેને માંડવી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતાં મૃત જાહેર કરાયો હતો. ગઢવી પિતા પુત્ર સાથે ઝઘડો થયા બાદ મરનારે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તબકકે લખાવાયું હતું. પશ્ચિમ કચ્છ પોલીસના એસ.સી. એસ.ટી. સેલ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક દ્વારા આ કેસની તપાસ હાથ ધરાઇ છે. '

(12:26 pm IST)