Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વાંકાનેર - મોરબી સહિત છ પેટ્રોલપંપની લૂંટનો કારસો રચનાર ટોળકીના રીમાન્ડ મંગાયા

દેશી પિસ્તોલ - કાર્ટીસ સહિતના હથિયારો સાથે લૂંટારૂ ટોળકીને મોરબી એલસીબીએ ઝડપી લીધી'તી

તસ્વીરમાં પકડાયેલ લૂંટારૂ ટોળકી (નીચે બેઠેલ) સાથે પોલીસ કાફલો અને હથિયારો નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

મોરબી તા. ૪ : વાંકાનેર અને મોરબી સહિત ૬ સ્થળોએ પેટ્રોલ પંપની લૂંટનો કારસો રચનાર લૂંટારૂ ગેંગને મોરબી એલસીબીએ ઝડપી વાંકાનેર પોલીસને હવાલે કરતા આ લૂંટારૂ ટોળકીને રીમાન્ડ અર્થે આજે કોર્ટમાં રજુ કરાનાર છે.

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી બન્નો જોષીની સુચનાથી એલસીબી ટીમના ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી વ્યાસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર વઘાસીયા ટોલનાકા નજીક આવેલા રાજશકિત પેટ્રોલપંપને લૂંટવાનો પ્લાન બનાવનાર ટોળકીના અજય કેશર વડાલીયા રહે. પીપળીયા તા. ધોરાજી હાલ રાજકોટ શહેર, ઇમરાન દાઉદ સંધી રહે. વાંકાનેર પાંચદ્રારકા, મેરૂ ઉર્ફે મેરો નરશીભાઈ પીપળીયા રહે. હસનપર તા. વાંકાનેર, પ્રકાશ ઉર્ફે પકો નરશી પીપળીયા રહે. હસનપર તા. વાંકાનેર, રસુલશા હાજીશા શાહમદાર રહે. મોરબી વજેપર, બાદશાહ રમજાન શાહમદાર રહે. મોરબી કાલિકા પ્લોટ, નીતેશ જશવંત ઉર્ફે જશભાઈ કોળી રહે. માલીયાસણ જી રાજકોટ, સલીમશા ઉર્ફે ઢેબો મેરાશા દીવાન રહે. ભવાનીનગર હળવદ, સમીરશા મેરાશા દીવાન રહે. હળવદ ભવાનીનગર અને શહેજાન ઉર્ફે મુસો હનીફભાઈ ફકીર રહે. હસનપર તા. વાંકાનેર એમ ૧૦ આરોપીઓને દબોચી લીધા હતા અને તેની પાસેથી

ઙ્ગએક દેશી બનાવટની પિસ્તોલ કીમત ૧૦,૦૦૦, જીવતા કાર્ટીસ નંગ ૯ કીમત ૯૦૦, ત્રણ છરી કીમત ૧૫૦, મોબાઈલ ફોન નંગ ૧૭ કીમત ૨૩,૫૦૦ અને બે મોટરસાયકલ કીમત ૯૦,૦૦૦ મળીને કુલ ૧,૨૪,૫૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો.

ઙ્ગપકડાયેલ ફકીર ગેંગને વાંકાનેર ટોલનાકા પાસેના પેટ્રોલપંપને અંજામ આપવા એક માસથી તૈયારી કરતા હતા તો વાંકાનેર, મોરબી ઉપરાંત મહેસાણામાં છ પેટ્રોલપંપ લૂંટ કરવાનું પ્લાનિંગ કરી બેઠા હતા અને આરોપીઓ સમયસર ના પકડાયા હોય તો અનેક લૂંટને અંજામ આપી આતંક મચાવવા તૈયાર બેઠા હતા. લૂંટારૂ ગેંગમાં સામેલ આરોપી અજય કોળી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જેની વિરુદ્ઘ બાળકીના અપહરણ-દુષ્કર્મ કેસ ઉપરાંત ત્રણ ગેરકાયદેસર હથિયાર અને ચોરી સહિતના ગુન્હાઓને અંજામ આપી ચુકયો છે ઇમરાન અને અજય જેલમાં ભેગા થયા હોય ત્યારથી મિત્ર બન્યા હતા. આ ટોળકીએ આ પૂર્વે ૧૭ ગુન્હાઓને અંજામ આપ્યાની કેફીયત આપી હતી.

પકડાયેલ લૂંટારૂ ટોળકીને વાંકાનેર પોલીસ આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરનાર છે. વધુ તપાસ વાંકાનેરના પી.આઇ. બી.ટી.વાઢીયા ચલાવી રહ્યા છે.(૨૧.૧૧)

(12:32 pm IST)