Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ટંકારાના ઓટાળા ગામે ''અહીં કેમ આવ્યો 'કહીને ત્રણ શખ્શોએ લોખંડના પાઇપ વડે દલિત યુવાનને માર્યો

જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

 

ટંકારા તાલુકાના ઓટાળા ગામે સ્કુલમાં નાખવામાં આવેલ પાઈપ લાઈન જોવા ગયેલ યુવાનને ત્રણ શખ્સોએ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

   અંગેની વિગત મુજબ ટંકારાના ઓટાળામાં રહેતા સુરેશભાઈ નથુભાઈ પરમાર નામનો યુવાન સ્કૂલમાં નાખવામાં આવેલી પાઇપ લાઈન જોવા જતા કરમશી ભીમજી પટેલ, દિપક કરમશીભાઈ અને દલપત હરીભાઈ નામના શખ્સોએ અહીં કેમ આવ્યો કહી લોખંડના પાઈપ વડે મારમારી જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સુરેશ પરમાર ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મામલે સુરેશભાઈ પરમારે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(11:48 pm IST)