Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અમરેલી: ધારીના વાઘવાડીના ખેડૂતે પાક નિષ્ફ્ળ જતા ઝેરી દવા ગટગટાવી :સારવાર વેળાએ રાજકોટમાં મોત

મૃતક બે બહેન અને 3 ભાઇમાં મોટા હતા તેમજ સંતાનમાં બે પુત્ર

 

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘવાડી ગામમાં પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતે ઝેરી દવા ગટગટાવી હતી જેનું સારવાર દરમિયાન રાજકોટમાં મોત નીપજ્યું છે

  મગફળીનો પાક નિષ્ફળ જતા દેવામાં ડૂબી ગયેલા ખેડૂતે પગલું  ભર્યું હતું. ખેડૂતે પોતાની વાડીમાં ઝેરી દવા પીધી હતી.જેને સારવાર માટે રાજકોટમાં લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. .

  મળતી વિગત અનુસાર,અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘવાડી ગામમાં એક ખેડૂતો પોતાના માથે રહેલા દેણાંથી કંટાળીને પોતાના ખેતરમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

   ઘટનાની જાણકારી આસપાસના લોકોને થતા તમામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દવા પીનાર ખેડૂતને તાત્કાલિક અસરથી રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. રાજકોટ ખસેડવામાં આવેલ ખેડૂતનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

  સરકાર બાબતની ગંભીરતાથી નોંધ લે અને મૃતક ખેડૂત તથા અન્ય ખેડૂતોની મદદ આવે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે. મામલે આપઘાત કરનાર ખેડૂતને બે બહેન અને 3 ભાઇમાં મોટા હતા તેમજ સંતાનમાં બે પુત્ર હોવાનું ખુલવામાં પામ્યું હતું. પોલીસે અંગે તપાસ હાથ ધરી છે.

(12:16 am IST)