Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

હીરાના કારખાનામાં થયેલ ચકચારી લૂંટના ગુન્હાઓનો ભેદ ઉકેલાયો : ૫,૭૨ લાખના મુદામાલ સાથે બાળ આરોપીઓ સહિત પાંચ ઝડપાયા

 

ભાવનગરમાં હીરાના કારખાનામાં થયેલી લૂંટનો ભેદ એલસીબીએ ઉકેલી લીધો છે જેમાં લૂંટ થયેલ તમામ હીરા સહીત 5,72 લાખના મુદામાલ સાથે બે બાળ આરોપીઓ સહીત પાંચ લોકોને ઝડપી લીધા છે અંગેની વિગત મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફને શહેરમાં હીરાના કારખાનામાં થયેલી હીરાની લૂંટનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન નિર્મળનગર બમ્બાખાના પાસે આવતા હેડ કોન્સ દીલુભાઇ કથડભાઇ તથા પો.કો. કેવલભાઇ પાંચાભાઇને બાતમીમળેલ કે, ભરતગનર પો.સ્ટે.વિસ્તારમાં આવેલ હીરાના કામરખાનામાં હીરાની લૂટ થયેલી તેમાં ગયેલ હીરા અમુક ઇસમો નિર્મળનગરમાં આવેલ માધવરત્નમાં વેચવા માટે આવે છે. જેથી બાતમી આધારે વોચમાં રહેતાં નીચે મુજબનાં ઇસમો તથા કાયદાના સંધર્ષમાં આવેલ બાળ ઇસમો મળી આવેલ હતા .

   ઝડપાયેલામાં જયસુખભાઇ ઉર્ફે જે.પી. પોપટભાઇ બચુભાઇ મકવાણા ( .૧૯) ( રહે. વરલ તા-સીહોર ) ચેતન ચીથરભાઇ કુડેચા ( ઉવ.૨૨) ( રહે.વરલ તા-સીહોર ),જયેશ ભનુભાઇ ડાંગર (ઉવ.૨૨ ) (રહે.નેસડા તા-સીહોર ), તથા બે બાળ આરોપીઓ મળી આવેલ  હતા

ઉપકોકત પાંચેય ઇસમો ભેગા મળી પંદરેક દીવસ પહેલા ભાવનગર તળાજા જકાતનાકા પાસે હીરાના કારખાનામાં વહેલી સવારના જઇ કુલ ,૦૦,૦૦૦ના હીરાની લૂટ કરેલ તે લૂંટમાં ગયેલ તમામ હીરા રીકવર કરવામાં આવેલ છે. તથા લૂંટ કરવા ઉપયોગમાં લેવાયેલ એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર તથા એક એકટીવા  મળી ૬૦,૦૦૦ તથા મોબાઇલ ફોન કુલ- કિ.૧૨,૦૦૦ મળી કુલ મુ.માલ ,૭૨,000નો કબ્જે કરવામાં આવેલ છે

ભાવનગર શહેરના ભરતનગર પો.સ્ટે. વિસ્તારમાં કરેલ લૂંટનો વણશોધાયેલ ગુન્હાઓ શોધી ,૭૨,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે ઇસમને ઝડપી પાડવામાં ભાવનગર,એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે

 

સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા નાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં ASI વનરાજસિંહ ચુડાસમા, H.C. દીલુભાઇ કથડભાઇ આહીર,મહિપાલસિંહ પી.ગોહિલ તથા P.C. વિઠ્ઠલભાઇ બારૈયા,ચંદ્દસિંહ વાળા,તરૂણભાઇ નાંદવા, કેવલભાઇ સાંગા, રાજેન્દ્રસિંહ સરવૈયાઇમ્તીયાઝભાઇ પઠાણ, સત્યજીતસિંહ ગોહિલ, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં જોડાયા હતાં.

(1:11 am IST)