Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : ભાણવડમાં ઠેર -ઠેર પાણી ભરાયા : નદી નાળામાં નવા નીર આવ્યા

સેધાખાઈ ખોઝ વે પર પાણીનો ધસમસતો પ્રવાહ ફરી વળ્યો:કોલવા, માંઝા અને આસપાસના ગામોમાં પણ વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે. ભાણવડમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભાણવડના સેધાખાઈ, આંબેડીમાં વરસાદ થયો હતો. જેના કારણે સેધાખાઈ ખોઝ વે પર પાણીનો ધસમસતો પ્રવાહ ફરી વળ્યો હતો તો દેવભૂમિ દ્વારકામાં કોલવા, માંઝા અને આસપાસના ગામોમાં પણ વરસાદ થયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદને પગલે સ્થાનિક નદી, નાળાઓમાં નવા નીરની આવક થઈ હતી.

(8:58 pm IST)