Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ભાણવડમાં મહિલાને મારી નાખવાની ધમકી આપતા સબબ કળિયુગી શ્રવણ સામે ફરિયાદ

જામખંભાળિયા,તા. ૪: ભાણવડના આઝાદ નગર બસ સ્‍ટેશન વિસ્‍તારમાં રહેતા વિજયાબેન નંદકિશોરભાઈ મોહનદાસભાઈ ગોંડલીયા નામના ૪૫ વર્ષના બાવાજી મહિલાને તેમના પુત્ર હિતેશ નંદકિશોરભાઈ નિમાવત દ્વારા કપડાં ધોવા બાબતે તેમજ મિલકતમાં ભાગ બાબતે બોલાચાલી કરી અને બિભત્‍સ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસે વિજયાબેનની ફરિયાદ પરથી તેમના પુત્ર હિતેશ ગોંડલીયા સામે આઈપીસી કલમ ૫૦૪ તથા ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્‍યો છે.

દ્વારકામાં વરલીનો જુગાર રમતા ત્રણ શખ્‍સો ઝડપાયા

દ્વારકાના રૂપેણબંદર વિસ્‍તારમાંથી પોલીસે વરલી મટકાનો જુગાર રમી રહેલા શાહિદ કાસમભાઈ શેખ, અમીન મુસાભાઈ ખરાઈ અને હુસેન સલીમભાઈ શેખ નામના ત્રણ શખ્‍સોને ઝડપી લઈ, કુલ રૂપિયા ૧૪,૩૪૦ નો મુદ્દામાલ કબજે કયો હતો.

આ ઉપરાંત દ્વારકા પોલીસે વાંચ્‍છુ ગામેથી વિજેશભા ભોજાભા બઢીયા, વીઘાભા ખેરાજભા હાથલ, ભાવુભા લખમણભા બહીયા અને મંગાભા રાજાભા માણેક નામના ચાર શખ્‍સોને તીનપતિ નામનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પીધેલા વાહનચાલકો સામે કાર્યવાહી

ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામે રહેતા જીગ્નેશપરી પ્રવીણપરી ગોસાઈ નામના ૨૮ વર્ષના યુવાનને કલ્‍યાણપુર પોલીસે ભાટિયા નજીકથી કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્‍સ વગર જી.જે. ૩૨ કે, ૯૬૧૫ નંબરના ટ્રકને ચલાવતા ઝડપી લીધો હતો,

આ ઉપરાંત ભાણવડથી આશરે દસ કિલોમીટર દૂર કપૂરડી ચેકપોસ્‍ટ પાસેથી પોલીસે જામનગરના રહીશ અનિલ દેવજીભાઈ ભારદીયા નામના શખ્‍સને રૂપિયા સવા બે લાખની કિંમતની મોટરકારને નશો કરેલી હાલતમાં ચલાવતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એકટની કલમ ૧૮૫ મુજબ કાર્યવાહી કરી હતી.

(1:37 pm IST)