Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

મીટર પ્રથા સામે કચ્છમાં ભારતીય કિસાન સંઘના ધરણા

ખેતીના વીજ કનેક્શનમાં મીટર પ્રથા મરજીયાત કરવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ દર્શાવ્યો

( વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪

 મીટર પ્રથા સામે આકરો વિરોધ દર્શાવી ભારતીય કિસાન સંઘ કચ્છ આકરા પાણીએ છે. આજે ભુજ મધ્યે ભારતીય કિસાન સંઘે ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ખેતીના વીજ કનેક્શનમાં મીટર પ્રથા મરજીયાત કરવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ દર્શાવ્યો છે. હાલે કચ્છ જિલ્લામાં ૪૨૦૦૦ મીટર કનેક્શન છે જ્યારે ૨૨૦૦૦ હોર્સ પાવરના કનેક્શન છે. ખેડૂતોની માંગ છે કે, મીટર પ્રથા મરજીયાત કરો અને સમાન સિંચાઈ દર લાગુ કરો.  ખેડૂતો પોતાની માંગ ઉપર અડગ છે.

(1:36 pm IST)