Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જામનગરમાં જુગાર રમતા ૬ ઝડપાયા

જામનગર : એલસીબીના પોલીસ સ્‍ટાફના પોલીસ હેડ કોન્‍સ. વનરાજભાઇ મકવાણા તથા અશોકભાઇ સોલંકી તથા ઘનશ્‍યામભાઇ ડેરવાળીયાને મળેલ હકિકત આધારે  રૂા.રરપ૦૦ તથા મોબાઇલ ફોન નંગ-પ કિ. રૂા.રપ૦૦૦ મળી કુલ કિ. રૂા.૪૭પ૦૦ના મુદામાલ સાથે જુગાર રમતા (૧) મમતાબેન કેતનભાઇ દવે, રહે. સત્‍યનારાયણ મંદિર રોડ, ગાજરફળી શેરીમાં (ર) ખ્‍યાતીબેન કેતનભાઇ દવે રહે. સત્‍યનારાયણ મંદિર રોડ, ગાજરફળી શેરીમાં (૩) નિકીતાબેન બ્રિજેશભાઇ ચાવડા મોચી. રહે.નાગર ચકલો લાલા મેતાનીશેરી (૪) રાજેશ્રીબેન ઇન્‍દ્રવર્ધન ગુસાણી સોની રહે. સત્‍યસાંઇ સ્‍કૂલ સદગુરૂ કોલોની સ્‍પંદન નં.પ૦ર (પ) ડીમ્‍પલબેન કપીલભાઇ ગઢીયા દરજી રહે. લાલમેતાની શેરીછાપીયા શેરી (૬) હરેશભાઇ જયસુખલાલ ત્રિવેદી રહે. મોટી ભલસાણ તે  ઝડપી લીધા હતા. અને નાશી જનાર દિપકભાઇ મોઢા જાતે બ્રાહ્મણ રહે. જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે. એલસીબી સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ શરદભાઇ પરમાર મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી,  યશપાલસિં જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ ભારતીબેન ડાંગર, વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:36 pm IST)