Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જામનગરમાં છોટાહાથીમાંથી ઉતારી વાસ્‍પામાં ભરતા ૭૨ હજારના દારૂ સાથે ઝડપાઇ ગયો

જામનગર,તા. ૪ : ગેલેકસી ટોકીઝ, ધણશેરીની ખાડ, સ્‍પીડ રોડવેઝ પાસે અમુક ઈસમો ઈગ્‍લીશ દારુની હેરાફેરી કટીંગ કરે છે તેવી હકીકત આધારે હકીકતવાળી જગ્‍યાએ જતા એક ઇસમ એક છોટા હાથી માંથી ઈગ્‍લીશ દારુની પેટીઓ લઈ વાસ્‍પા રીક્ષામા ભરતો જોવામાં આવતા રેઇડ કરી આરોપી જાબીર હબીબભાઈ સફીયા જાતે સંધી ઉવ.ર૭ ધંધો રી.ડ્રા. રહે મચ્‍છરનગર, હનુમાનના મંદીર સામે, જામનગર વાળાને ઈગ્‍લીશ દારુની બોટલો નંગ-૧૪૪ કિ.રૂ ૭૨,૦૦૦/- તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ટાટા-એસ રજી. નં. જીજે/૧૦/ટીએક્‍સ/૪૭૭૫ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા બજાજ વાસ્‍પા રીક્ષા નં. જીજે/૦૭/વીડબલ્‍યુ/૧૯૦૩ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા મોબાઈલ નંગ ૧ કિ.રરૂ. ૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૦૨,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

 મજકુર ઈસમને આ દારુ બાબતે પુછતા આ દારુ (૧) સદામ સફીયા તથા (ર) રાજયો સીધી ઉર્ફે રાજા રહે.ગુલાબનગર વાળા છોટાહાથીમાં લઈ આવી અને આ દારુ જુનેદ જેમલાણી સ્‍પીડ રોડવેઝ વાળાએ મંગાવેલ હોય જે ત્રણેય ઇસમોને ફરારી જાહેર કરી તમામ વિરુધ્‍ધ ધોરણસર થવા પો.હેડ કોન્‍સ. રવીરાજસિંહ જાડેજા એ ફરીયાદ આપેલ છે અને પો.સબ ઇન્‍સ. સી.એમ.કાંટેલીયા એ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી પોલીસ ઈન્‍સ. કે.જે.ભોયે તથા સર્વેલન્‍સ સ્‍કોર્ડના પો.સબ ઇન્‍સ. સી.એમ.કાટેલીયા તથા એ.એસ.આઈ. હિતેશભાઇ ચાવડા તથા પો.હેડ કોન્‍સ. રવીરાજસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા તથા પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, સંજયભાઈ પરમાર, હિતેશભાઇ સાગઠીયા, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(1:26 pm IST)