Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ખંભાળીયામાં રઘુવંશી સરસ્‍વતિ સન્‍માન સમારોહ યોજાઇ ગયો

ખંભાળિયા, તા.૪: રઘુવંશી એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ઉપક્રમે રવિવાર તારીખ ૨૬-૦૬-૨૦૨૨ ના રોજ ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્‍ટ તેમજ વિવિધ સંસ્‍થાઓના સહકારથી જૂની લોહાણા મહાજન વાડી ખાતે (જૂની ખડપીઠ, જોધપુર ગેઈટ, સામાણી  સર્વિસ બાજુમાં) ખંભાળિયામાં રહેતા રઘુવંશી પરિવારના ધોરણ ૧ થી ૧૨ માં અભ્‍યાસ કરતા બાળકો માટે ‘માં સરસ્‍વતી સન્‍માન સમારોહ'નું આયોજન રાખવામાં આવ્‍યું હતું.

ઉક્‍ત સમારંભની શરૂઆત પહેલા  આશરે ૪૬૩ બાળકો તેમજ વાલીઓ દ્વારા સૌ પ્રથમ ટેકનોલોજીનો નવતર -યોગ કરીને ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું હતું.

ઉક્‍ત તમામ બાળકોને ડોનરો તેમજ વિવિધ સંસ્‍થાઓના સહકારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા અને ઇનામો આપવામાં આવ્‍યા હતા.

આ ઉપરાંત આશરે ૧૬ થી વધારે અલગ અલગ ફેકલ્‍ટીના ડોક્‍ટરો, CA તેમજ CS ના વિદ્યાર્થીઓ અને આશરે ૩ જેટલા સરકારી નોકરીમાં જોડાયેલા લોકોનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

તદ્દઉપરાંત ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના તથા અન્‍ય હોદેદારો, તથા નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ નું સન્‍માન પણ કરવામાં આવ્‍યું હતું.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના પ્રભારી અને સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાના ડાયરેક્‍ટર શ્રી પ્રદીપભાઈ ખીમાણી તથા દ્વારકાના હાલના પ્રભારી એવા શ્રી હસમુખભાઈ હિંડોચા, જામનગર ગ્રામ્‍યના પ્રભારી એવા શ્રી નિર્મળભાઈ સામાણી તેમજ રઘુવંશી મુક સેવક અને પીઢ અગ્રણી એવા શ્રી રમણીકભાઈ મોટાણીનું સન્‍માન તેમજ સી.ડી. વિમોચન કરવામાં આવ્‍યું હતું.

આમ ઉક્‍ત પ્રોગ્રામ ને વરસાદી વાતાવરણ વચ્‍ચે પણ સર્વે ટ્રસ્‍ટીઓ ના ટીમ વર્ક અને વિવિધ સંસ્‍થાઓના સહકારથી સુપેરે રીતે પાર પાડવામાં આવેલ હતો.

આ તબક્કે વિવિધ દાતાશ્રીઓ દ્વારા પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે  જરૂરી ફી માટેની વ્‍યવસ્‍થા કરતાં રઘુવંશી એજ્‍યુકેશન ચેરીટેબલ ટ્રસ્‍ટને ડોનરો દ્વારા ડોનેશન માટે  સહકાર મળેલ હતો

(2:34 pm IST)