Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

માળીયા મિંયાણા પોલીસે દેશી તમંચા સાથે ફારૂકને ઝડપી લીધો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૪: માળીયા મિંયાણા પોલીસે દેશી તમંચા સાથે એક ઈસમની ધરપકડ કરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા પી એસ આઈ બી ડી જાડેજા ની સુચનાથી પોલીસ સ્‍ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પો.હેડ.કોન્‍સ ક્રિપાલસિંહ ચાવડાને ચોક્કસ બાતમી મળી હતી કે, માળિયા કચ્‍છ નેશનલ હાઇવે રોડ શહેનશાવલીના પાટીયા પાસેથી એક આરોપી હથિયાર ધારણ કરીને બેઠો છો. જેને પગલે પોલીસે સ્‍થળ પર પહોંચી આરોપી ફારૂક દિલાવરભાઇ જેડાની રૂ.૫ હજારની કિંમતના સીંગલ બેરલ હાથ બનાવટનો દેશી તમંચા સાથે ધરપકડ કરી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં પી એસ આઈ બી ડી જાડેજા પો.હેડ.કોન્‍સ ક્રિપાલસિંહ ચાવડા તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્‍સ મહેન્‍દ્રસિંહ ચુડાસમા તથા ભગીરથસિંહ ઝાલા તથા દશરથસિંહ જાડેજા સહિતના માળિયા પોલીસના સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

(1:24 pm IST)