Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

લાયસન્‍સ કલબ ઓફ મોરબી દ્વારા વિવિધ પ્રોજેકટ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : લાયન્‍સ ક્‍લબ ઓફ મોરબી સિટી દ્વારા પ્રવર્તમાન પ્રમુખની મુદત પૂર્ણ થતી હોય વિવિધ સેવા પ્રકલ્‍પોનું આયોજન અંતર્ગત સંસ્‍થાના પ્રમુખ ત્રિભોવનભાઈ સી. ફૂલતરિયાના વર્ષ સમાપનમાં પ્રોજેક્‍ટોની હારમાળા સર્જાઈ હતી. જે અનુસંધાને  મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ, ડાયાબીટ તેમજ ત્‍યારબાદ સેનેટરી પેડનું વિતરણ, ટ્રાયસિકલનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત ગરીબ વિદ્યાર્થીઓને સ્‍કૂલ ફી ભરી આપવામાં આવી હતી. હંગર પ્રોજેક્‍ટ અંતર્ગત સંગાથ વળધ્‍ધાશ્રમ ખાતે વડીલોને ભોજન કરાવવામાં આવેલ.

(1:20 pm IST)