Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

૧૬-૧૦ સુધી ચાલુ તમામ ડેમો ભરાશે -કનુભાઇની આગાહી

ખંભાળીયામાં મેઘરાજાનું આગમનઃ ઘી ડેમમાં સપાટી ૧૦.૪૦ થઇ

ખંભાળીયા તા. ૪ :.. દેવભૂમિ દ્વારકામાં શનિવારે જોરદાર વરસાદ આવતા ખંભાળીયામાં ચાર ઇંચ દ્વારકામાં પોણો તથા ભાણવડમાં દોઢ ઇંચ વરસાદ પડેલો.

તાલુકાના ભાડથર, વિજલપર, કેશોદ, શેરડી, ભારા, બેરાજા, મોમી, ભરગામ, કોલવા, તજાયા, લલીયા, વિ. ગામો તથા ભાણવડ રોડ પરના ભાણખોપરી, મોટી ખોખરી વિ. ગામોમાં પણ ૪ થી ૭ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ભારે વરસાદ ઘી ડેમના ઉપરવાસ પડતા નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ થતાં ઘી ડેમમાં  એક જ દિવસમાં સપાટીમાં સાડાચાર ફુટ જેટલું નવું પાણી આવતા સપાટી ૧૦.૪૦ ની થઇ છે. કુલ સપાટી ર૦ ફુટની છે. ર૭ ટકા ઉપરાંત ડેમ ભરાઇ ગયો છે.

હવામાન આગાહીમાં કનુભાઇ કણઝારીયાએ જણાવેલ કે પ-૭-રર ના દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડશે તથા ૧૬-૧૦-રર સુધી વરસાદની સિસ્ટમ ચાલુ રહેશે. છલકાઇ જાય તેવી સ્થિતિ ૧૬-૧૦ સુધીમાં થવાની સંભાવના છે.

વરસાદ વ્યાપક પડશે અનેક સ્થળે પાણીના રેલા ફરી જાય તેટલો પડશે.

(1:20 pm IST)