Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જેતપુર પાસે રાજકોટ-શાપરના બે શખ્‍સો વિદેશી દારૂ સાથે પકડાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૪:  જેતપુર પાસેથી તાલુકા પોલીસે બાઇકમાં વિદેશી દારૂ સાથે નીકળેલ રાજકોટ અને શાપરના બે શખ્‍સોને ઝડપી લીધા હતા.

તાલુકા પોલીસ ચોકીધાર એક પોસ્‍ટ પાસે વાહન ચેકીંગમાં હતી ત્‍યારે જુનાગઢ તરફથી આવતા બાઇકને શંકાના આધારે રોકી તલાસી લેતા કાળા કલરના થેલામાંથી ઇંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧ર તેમજ ચપલા ૪૮ મળી આવતા પોલીસે મો.સા. ચાલક નીખીલ દિનેશભાઇ વાળા (રહે. નાનામૌવા સર્કલ) બીજો શખસ ધવલ ભોજાભાઇ પરમાર (રહે. બુધ્‍ધનગર શાપર) ને ઇંગ્‍લીશ દારૂની બોટલો તેમજ મો. સા. મળી કુલ રૂા. ૬૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી દારૂ કોની પાસેથી આવેલ કોને આપવાના હતા તે અંગે તપાસ હાથ ધરી છે.

(1:18 pm IST)