Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પોરબંદર હાઇવે ઉપર રખડતા પશુઓને કારણે વધતા નાના-મોટા અકસ્‍માતો

(પરેશ પારેખ દ્વારા) પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદરના કોંગી આગેવાન રામદેભાઇ મોઢવાડીયા એ કેન્‍દ્ર સરકારને રજુ઼આતમાં જણાવ્‍યું છે કે પોરબંદરને દ્વારકા સોમનાથને જોડતો નેશનલ હાઇવે અને પોરબંદર રાજકોટવાળો નેશનલ હાઇવે ૮-બી ની સુવિધા તો પ્રાપ્‍ત થઇ છે પરંતુ આ હાઇવે પશુઓ અને માણસો માટે યમદૂત સાબિત થયો છે કારણ કે અહીંયા બેફામ સ્‍પીડે જતા વાહનો આજે અચાનક ગાય નંદી, નીલગાય (રોજડું), શિયાળ, શ્‍વાન અને ડુકકર જેવા પશુઓ વાહન આડે ઉતરે છે અને તેના કારણે વાહન અકસ્‍માત સર્જાય છે જેમાં અસંખ્‍ય નિર્દોષ માનવ જીંદગીઓ મોતને ભેટી ચૂકી છે.

પોરબંદરના અનેક આશાસ્‍પદ યુવાનોના આ હાઇવે પર સર્જાતા વાહન-અકસ્‍માતમાં ભોગ લેવાય ચૂકયા છે. હોટલ અને ધાબા વાળા લોકોએ ડિવાઇડરમાં ખાચા પાડયા છે જેથી ગંભીર અકસ્‍માતો સર્જાય છે. આમ છતાં તેને અટકાવવાની જેની જવાબદારી છે તે નેશનલ હાઇવે ઓથોરિટી આ મુદ્દે કોઇ નકકર કાર્યવાહી કરતી નથી.  નેશનલ હાઇવે ઓથોરિટી વાહનચાલકો પાસેથી તગડો ટોલટેકસ વસૂલે છે તેમ છતાં રખડતાં પશુઓને દૂર કરવા માટે કોઇ જ કાર્યવાહી કરતી નથી તે તંત્ર માટે શરમજનક બાબત છે. તેમ રામદેવભાઇ મોઢવાડીયાએ રજુઆતમાં જણાવેલ છે.

(1:16 pm IST)