Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સાયબર ફ્રોડના ભોગ બનનારાઓને ફ્રોડની રકમ અંકે રૂા.૫૫ હજાર પરત અપાવતી વેરાવળ સીટી પોલીસ

ઓનલાઈન ઘડીયાલ મંગાવી હતી, બસની ટિકિટ બૂક કરાવેલ

(ભાસ્‍કર વૈદ્ય), સોમનાથઃ હાલના સમયમાં ભણેલા ગણેલા લોકોને અવનવી સ્‍કીમો તેમજ લોભામણી લાલચો આપી છેતરી રૂપિયા પડાવવાના સાયબર ફ્રોડના બનાવો મોટા પ્રમાણમાં બની રહેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્‍જ ડી.આઇ.જી.પી.શ્રી મનીન્‍દર પ્રતાપસિંહ પવાર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ નાઓ તરફથી જીલ્લામાં બનતા આવા સાયબર ફ્રોડના બનાવો અંગે લોકોમાં જાગળતિ લાવી આવા બનાવો બનતા અટકાવવા તેમજ આવા ફ્રોડના બનાવો આચરનાર ઇસમો વિરૂધ્‍ધ જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી નાઓએ પો.સ્‍ટે. વિસ્‍તારમાં બનતા સાયબર ફ્રોડના બનાવો અંગેની તપાસ થવા સારૂ પોતાની સીધી દેખરેખ હેઠળ એક ટીમની રચના કરેલ               

જે અનુસંધાને અરજદારશ્રી બંસીબેન ડો/ઓ અશોકભાઇ ગોંડલીયા રહે.વેરાવળ, ભાલકા વાળા તરફથી એક સાયબર ક્રાઇમની અરજી તપાસ અર્થે મળતા જે અન્‍વયે અરજદાર પાસેથી બનાવની હકીકત જાણતા હકીકત એવી છે કે આ કામના અરજદારએ બજાજ ફીનસર્વ નામની એપમાંથી સ્‍માર્ટ ઘડિયાળ મગાવેલ હોય જે ઘડિયાળ એક અઠવાડીયા ઉપરાંતનો સમય થઇ જવા છતા ઘડિયાળ અરજદારને મળેલ ન  હોય જેથી અરજદારએ ગ્‍ખ્‍થ્‍ખ્‍થ્‍ બજાજ ફીનસર્વના કસ્‍ટમર કેર નંબર ગૂગલમાંથી ઓનલાઇન સર્ચ કરી તેમાં ફોન કરતા સામેથી તેમને ANYDESK નામનું સ્‍ક્રીનશેર કરતી એપ્‍લીકેશન ડાઉનલોડ કરાવી અરજદારના ખાતામાંથી આશરે રૂા.૮૭,૦૦૦/-જેટલા રૂપિયા પડાવી લેવા બાબતેની અરજી મળેલ હતી

આ ઉપરાંત અરજદારશ્રી કરશનભાઇ સોલંકી રહે.નાખડા ગામ તા.વેરાવળ વાળાએ દિલ્‍હીથી અમદાવાદ જવા માટે બસનું ઓનલાઇન બુકીંગ કરાવેલ જેની ટીકીટના રૂા.૫૯૭૮/-નું ઓનલાઇન પેમેન્‍ટ કરેલ હોય જે બુકીંગ કરાવેલ ટીકીટ એજન્‍સી દ્વારા કોઇ પણ જાતના રિફન્‍ડ વગર કેન્‍સલ કરી નાખેલ હોય જેથી તેઓએ રિફન્‍ડ મેળવવા અરજી કરેલ હતી.

જે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી એસ.એમ.ઇશરાર્ણીં નાઓએ સદરહું બનાવની ગંભીરતાને ધ્‍યાને લઇ સાયબર ફ્રોડના બનાવો અંગેની તપાસ કરતા ટીમના સ્‍ટાફને જરૂરી યોગ્‍ય માર્ગદર્શન પુરૂ પાડી પોતાની સીધી દેખરેખ હેઠળ ર્ંલાગુ પડતી એજન્‍સીઓ/કચેરીઓ તરફ ઇ-મેઇલ તથા પત્ર વ્‍યવહાર કરી/કરાવી તેમજ અરજદાર જે બેન્‍કમાં ખાતુ ધરાવે છે તે બેન્‍ક સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરતા જેના ફળ સ્‍વરૂપે આ કામના અરજદાર નં.(૧)નાઓને રૂા.૪૯,૦૦૦ પરત અપાવેલ છે તેમજ રૂા.૧૪,૪૦૦ જેટલી રકમ હોલ્‍ડ કરાવી પરત અપાવવા તજવીજ કરેલ છે. તેમજ અરજદારશ્રી (૨)નાઓને તેઓની ફ્રોડ થયેલ પુરે પુરી રકમ  રૂા.૫૯૭૮ રિફન્‍ડ અપાવી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી, એ.એસ.આઇ. ગીરીશભાઇ વાઢેર તથા પો. કોન્‍સ. પ્રવિણભાઇ બાંભણીયા જોડાયા હતા.

(1:11 pm IST)