Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ઉના : બે સ્‍થળે તીનપતી જુગાર રમતા નવ શખ્‍સો ૩૩૮૦૦ની રોકડ સાથે ઝડપાયા

ઉના તા. ૪ : પોલીસે રામનગર ખારા વિસ્‍તાર અને ખજુદ્રા ગામે તીનપતી જુગાર રમતા ૯ શખ્‍સોને રોકડા રૂપિયા ૩૩૮૦૦ સાથે પકડી પાડયા હતા.

જિલ્લા પોલીસવડા જાડેજા તથા એએસપી ઓમપ્રકાશ જાટની સુચનાથી જુગારની બદ્દી ડામી દેવી તેથી ઉના તાલુકા પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી મસીએ સર્વેલન્‍સ સ્‍કવોડની જુદી જુદી ટીમ બનાવી એએસઆઇ હીરેનભાઇ ઝાલા, પો.હેડ કો. પી.પી.બાંભણીયા, વિશાલ અભેસીંગ, નિલેશ છગનભાઇ, ભીખુશા બચુશા, ધર્મેન્‍દ્રસિંહ હરરાજસિંહે ખજુદ્રા ગામમાં ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા ગોવિંદ પોલા ચૌહાણ, મનુ ઉકા ચૌહાણ, ભાણા ચીના સોલંકી, બાલુ બોઘા સોલંકી, રામ પોલા ચૌહાણ, અરસી ચીના સોલંકી રે. તમામ ખજુદ્રાવાળાને રોકડા રૂપિયા ૨૧,૨૪૦ સાથે પકડી પાડેલ હતા.

શહેરમાં રામનગર ખારા પાસે પીરની દરગાહ પાસે બાવળની ઝાડી પાછળ જુગાર રમતા ભરત રામ વાજા, છગન નાનુ વાળા, અશ્વિન રાણા વાઘેલા રે. ઉના વાળાને રોકડા રૂપિયા ૧૨૫૬૦ સાથે પકડી કુલ નવ શખ્‍સોને રૂા. ૩૩,૮૦૦ રોકડા સાથે પકડી પાડેલ છે.

(12:16 pm IST)