Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જામકંડોરણાના બોરીયા ગામે જુગાર રમતા એક મહિલા સાથે સાત ઝબ્‍બે

જામકંડોરણાઃ રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી. દ્વારા પોલીસ ઇન્‍સ. વી.વી.ઓદેડરા તથા પોલીસ સબ ઇન્‍સ. એસ.જે. રાણાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ્‍ટાફ સાથે નાઇટ પેટ્રોલીંગ દરમ્‍યાન પો. હેડ કોન્‍સ. શકિતસિંહ જાડેજા તથા પો કોન્‍ઇ. કૌશિકભાઇ જોશીને મેળેલ બાતમીના આધારે બોરીયા ગામે જી.આઇ.ડી.સી. વિસ્‍તારમાંથી અખાડા પર છાપો મારી રોકડ રૂા. ૧,૧૭,૦૦૦ મોબાઇલ નંગ કિં. રૂા. ૨૧,૫૦૦ ફોર વ્‍હીલ કાર નંગ એક કિં. રૂા. ૨,૦૦,૦૦૦ મળી રોકડ તથા મુદ્દામાલ સહિત કુલ રૂા. ૩,૩૮,૫૦૦ સાથે જેન્‍તીભાઇ ઘુસાભાઇ દુધાત્રા રહે.બોરીચા, હીરેનભાઇ ચંદુભાઇ જશાણી રહે. ભેંસાણ, વિજયભાઇ મોહનભાઇ ખાનપરા રહે. સીદસર, મેરામણભાઇ સોમાતભાઇ સુવા રહે. ઉપલેટા, રાકેશભાઇ નરોતમભાઇ લુક્કા રહે. ગોરખમઢી, પરબતભાઇ બચુભાઇ ચાવડા રહે. ભાયાવદર તથા વાલીબેન પરબતભાઇ કારાવદરા રહે. રાણાવાવ જે .(અટક કરવા પર બાકી)ને એ.એસ.આઇ મહેશભાઇ જાની, નીલેશભાઇ ડાંગર, અનીલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા, બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, પો.કોન્‍સ.  પ્રહલાદભાઇ રાઠોડ, સાહીલભાઇ ખોખરે જુગાર રમતા પકડી પાડેલ છે. 

(12:12 pm IST)