Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ઓઝત શાપુર અને ઓઝત વંથલી ડેમમાંથી આજે પણ ઓવરફલો

૧૦ અને ૧૨ દરવાજા ખુલ્લા રખાયા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૪ : જૂનાગઢ જિલ્લામાં ગત સપ્‍તાહમાં અંતથી શરૂ થયેલી મેઘસવારી આજે પણ ચાલુ રહેતા જળાશયોમાં નવા નીરની આવક યથાવત છે.

વંથલી નજીક આવેલ ઓઝત-શાપુર ઓઝત-વંથલી ડેમમાંથી આજે પણ ઓવરફલો જારી છે.

જળાશયનું રૂલ લેવલ જાળવવા માટે ઓઝત-શાપુર ડેમના ૧૦ અને ઓઝત વંથલી ડેમના ૧૨ દરવાજા સવારે પણ ખુલ્લા રાખવામાં આવ્‍યા હતા.

(12:08 pm IST)