Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સાણથલીમાં ૩ ઇંચ

આટકોટ - જંગવડ વિસ્તારમાં ૦ાા ઇંચઃ નદી - નાળા પૂરથી છલકાઇ ગયા

આટકોટ તા. ૪ ઃ જસદણના સાણથલી ડોડીયાળા વેરાવળ દોલતપર સહીત વિસ્તારમાં ભારે વરસાદ પડયો હતો ખેતરમાં પાણી ભરાયાં હતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી. સાણથલીમાં બપોરે ધોધમાર વરસાદ પડયો હતો નદી નાળા છલકાય ગયા હતા. અંદાજે ત્રણ ઈંચ વરસાદ ખાબકયો હતો વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યોઙ્ગ પ્રથમ વખત આ વિસ્તારોમાં સારો વરસાદ પડતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી. નદી નાળા માં પુર જોવા લોકો ઉમટી પડ્યા હતા. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ તુટી પડયો હતો. આટકોટ જંગવડ વિસ્તારમાં ઝાપટાં અડધો ઇંચ વરસાદ પડયો હતો રસ્તા પર પાણી વહી ગયા હતાં પાક પર કાચું સોનું વરસ્યું હતું.

(12:01 pm IST)