Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રાજુલાના પીપાવાવ પોર્ટમાં એસબીઆઇ બેંક ડેની ઉજવણી

રાજુલા : તાલુકાના પીપાવાવ પોર્ટમાં આવેલ sbi શાખા દ્વારા ૬૭માં એસબીઆઇ બેન્‍ક ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્‍ટાફ અને અધિકારીઓને તેમજ બેંકના ખાતેદારોને આમંત્રણ અપાયુ હતું. જેમાં સભાનું આયોજન કરાયું હતું. તેમજ બેંક પરિસરમાં વળક્ષારોપણનું  આયોજન કરવામાં આવ્‍યું હતું.  કાર્યક્રમમાં બેંક કર્મચારીઓ ઉપરાંત  અધિકારીઓ તેમજ બેંકના ખાતેદારો અને બેંક મેનેજર પવિત્રભાઇ, પીન્‍ટુ સૈની, દેવેન્‍દ્ર અને અન્‍ય સ્‍ટાફ  તેમજ પીપાવાવ પોર્ટના સીઇઓ મિશ્રા તેમજ અન્‍ય અધિકારીઓ દ્વારા  બેંક ડે નિમિતે  વક્‍તવ્‍ય અપાયું હતું.

(2:30 pm IST)