Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

હવે મેઘમહેર

આગામી દિવસોમાં ગુજરાત પર લો પ્રેશર સિસ્‍ટમ છવાઇ જશે જે ખૂબ વરસાદ વરસાવશે

સમયસર સોનેરી વરાપ...: સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અવરિત મેઘસવારી બાદ સમયસર સોનેરી વરાપ નીકળતા ધરતીપુત્રોના ચહેરાઓ ખીલી ગયા છે. ત્‍યારે રાજકોટ રોડ પર મગફળીના ખેતરમાં ખેડૂતો નિંદામણ કરતા નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ)

(મહંમદભાઇ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૪ : બંગાળની ખાડીથી ઉદ્‌ભવેલ લો પ્રેશર સિસ્‍ટમ ઓડિશા તટ પ્રદેશથી પヘમિ તરફ આગળ ધપી મધ્‍યભારતને પાર કરી ગુજરાતમાં છવાઇ જશે. જેથી આગામી ચાર થી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ક્રમશઃ વરસાદી મેઘ મહેર વધતી જવાની સંભાવના રહે છે.

સ્‍કાયમેટ વેધરના મહેશ પલાવતના કહેવાનુસાર આ વેળા મોન્‍સુન આગમન ચાર દિવસ વહેલુ થયું છે અને પુરા દેશમાં મોન્‍સુન કવર થઇ જવાની ગતિવિધિ પણ સમયથી વહેલી જોવા મળી રહી છે. જો કે આ વેળા મોન્‍સુન પ્રારંભ સમયમાં થીયરીમાં થોડો બદલાવ એ જોવા મળ્‍યો હતો કે સાર્વત્રિક વરસાદને બદલે શોર્ટ એરીયામાં અમુક જગ્‍યાઓમાં ભારે વરસાદ તો અમુક વિસ્‍તારોમાં નહિવત વરસાદ જોવા મળ્‍યો હતો. જો કે હવે આવનારી લો પ્રેશર સિસ્‍ટમથી સાર્વત્રિક ખૂબ મેઘ મહેર,શ્રીકાર વરસાદી માહોલ જોવા મળી શકે છે.

(2:44 pm IST)