Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જામનગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ :ચાર કલાકમાં 1 ઇંચ વરસાદ: રસ્તા પર પાણી વહેતા થયા

અષાઢી બિજથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ : વાતાવરણમાં ઠંડક પ્રસરી

જામનગર શહેરમાં વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચાર કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને લઈ શહેરના રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા.  અષાઢી બિજથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 143 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના વાંસદામાં સૌથી વધુ 5 ઈંચ,દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4.5 ઈંચ,જૂનાગઢના માણવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

(2:30 pm IST)