Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ભાવનગરમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા :વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

શહેરમાં વિવિધ વિસ્તારમાં 13 અને ભાવનગર ગ્રામ્યમાં વરતેજ અને ભુંભલી ગામે 2 દર્દીઓના રિપોર્ટ કરોના પોઝિટિવ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરમાં આજે 15 લોકો કોરોના સંક્રમિત થયા છે. ભાવનગર શહેરમાં વિવિધ વિસ્તારમાં 13 અને ભાવનગર ગ્રામ્યમાં વરતેજ અને ભુંભલી ગામે 2 દર્દીઓના રિપોર્ટ કરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે આજે બે દર્દીઓ ડિસ્ચાર્જ થયેલ છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 100 થવા પામી છે.

   
(8:27 pm IST)