Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

કોરોના મુક્ત હળવદમાં ફરીથી મહામારીની એન્ટ્રી : વણીયાવાડના 67 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝીટીવ

મોરબી જિલ્લામાં આજે ત્રણ કેસ સાથે કુલ કેસની સંખ્યા 42 થઇ

હળવદ : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. આજે ત્રીજો કેસ નોંધાયો છે.કોરોના મુક્ત થયેલા હળવદમાં ફરીથી એક કેસ નોંધાયો છે આ સાથે મોરબી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 42એ પહોંચી છે

 

  હળવદમાં અગાવ 4 કોરોના પોઝિટિવ કેસ હતા પરંતુ તમામ દર્દી સાજા થઈ જતા હળવદ તાલુકો કોરોના મુક્ત થયો હતો. ત્યારે આજે શનિવારે ફરીથી હળવદમાં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 

 મળતી માહિતી મુજબ હળવદના વણીયાવાડમાં રહેતા 67 વર્ષના વૃદ્ધ દત પ્રકાશ મહેતાનો રિપોર્ટ મોડી રાત્રે પોઝિટિવ જાહેર થયો છે. આ વૃદ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું માલુમ પડ્યું છે. કોરના પોઝિટિવ આવેલ હળવદના વૃદ્ધનું સેમ્પલ ગઈકાલે હળવદ આરોગ્ય વિભાગ દ્વારા લેવાયુ હતું. જેનો આજે જામનગરની લેબમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધની સાથે ગઈકાલે મોરબી જિલ્લામાં કુલ 102 સેમ્પલ લેવાયા હતા. જેમાં હળવદના આ વૃદ્ધ સિવાયના બાકી તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવેલ છે. જ્યારે આજે શનિવારે મોરબીમાં 2 અને અત્યારે એક હળવદમાં સહિત આજના કુલ 3 કેસ થયા છે. જ્યારે આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 42 પર પોહચી છે.

(11:01 pm IST)