Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

જૂનાગઢમાં કોરોનાનો વધતો કહેર :નવા 5 કેસ પોઝીટીવ : શહેરના ઝાંઝરડા રોડ,ગાંધીગ્રામ અને કાળવા ચોકમાં પુરુષોને કોરોના વળગ્યો : બલીયાવડના યુવાન અને ધોરાજીના વૃદ્ધનો રિપોર્ટ પોઝીટીવ

જૂનાગઢ ; જૂનાગઢમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે જૂનાગઢ સિટીમાં ત્રણ સહીત જિલ્લામાં પાંચ કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં ૬૪ વર્ષ પુરુષ હરિઓમ નગર ઝાંઝરડા રોડ, ૨૪ વર્ષ પુરુષ ગાંધીગ્રામ, ૬૫ વર્ષ પુરુષ કળવા ચોક.જયારે  એક ગ્રામ્ય ૨૫ વર્ષ પુરુષ બલિયાવડ અને એક ધોરાજી ૬૩ વર્ષ પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આમ જૂનાગઢ જિલ્લાના ૪ અને એક ધોરાજી, જિલ્લો રાજકોટ કુલ નવા પાંચ કેશ આવેલ છે.

(8:06 pm IST)