Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ધોરાજીમાં અડધો ઇંચ વરસાદ તેમજ જામકંડોરણામાં પોણા ત્રણ ઇંચ વરસાદ

ધોરાજી- જામકંડોરણા :::  ધોરાજી- જામકંડોરણામાં આજરોજ બપોરે ભારે બફારા બાદ અચાનક ભારે પવન સાથે વરસાદ આવતા ધોરાજી અને જામકંડોરણા વિસ્તારમાં મેઘરાજાની અવિરત કૃપા જોવા મળી હતી 

જેમાં ધોરાજી જામકંડોરણા રોડ ઉપર મોટું વૃક્ષ ધરાશાયી થતા બન્ને સાઇટમાં ટ્રાફિકજામ થઇ ગયો હતો અને ધોરાજીમાં અડધો ઇંચ વરસાદ તેમજ જામકંડોરણામાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો

જામકંડોરણા વિસ્તારમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા તેમજ ચેકડેમો ઘણા વિસ્તારોમાં ભરાઈ ગયા હતાં.

(6:54 pm IST)