Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

દ્વારકા-૧ાા, લાલપુરમાં ૧, મેંદરડામાં અડધો ઇંચ

કેશોદ, ધારી-કલ્યાણપુરમાં હળવા ભારે ઝાપટાઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન

રાજકોટ, તા.૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે મેઘરાજા મહેરબાન થાય તેવો માહોલ જામવા લાગ્યો છે.

આવા વાતાવરણ વચ્ચે દ્વારકામાં દોઢ, લાલપુરમાં ર અને મેંદરડામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે બપોરે પણ ધુપ-છાંવ સાથે મિશ્ર રૂતુનો અનુભવ થઇ રહ્યો છે.

દ્વારકા

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આજે બપોરે પવન સાથે મેઘરાજા તૂટી પડયા હતાં અને દોઢ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

લાલપુર

લાલપુર : જામનગર જીલ્લાના લાલપુરમાં આજે બપોરે એક ઇંચ વરસાદ પડયો હતો. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું હતું.

જુનાગઢ

જુનાગઢ :.. જુનાગઢ શહેરમાં ઝાપટા અને મેંદરડામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. અમરેલી જીલ્લાના ધારી અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં હળવા-ભારે ઝાપટા પડયા હતાં.

(3:34 pm IST)