Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

દેવભૂમિ જિલ્લા એલ.સી.બી. પી.આઇ.ની ગાંધીનગર ઇન્ટેલીજન્સમાં બદલી

ખંભાળીયા તા.૪ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલ.સી.બી.પી.આઇ. એમ.ડી. ચંદ્રાવાડીયા સહિત ૩, પો.ઇ.ના સમગ્ર રાજયમાં બદલીના હુકમો ગત રાત્રે થયા છે.

એલ.સી.બી.પી.આઇ. શ્રી ચંદ્રાવાડીયાને દ્વારકા થી ગાંધીનગર વડીકચેરી ઇન્ટેલીજન્સ બ્રાંચમાં મુકવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરી ૧૯માં ખંભાળિયામાં એલ.સી.બી.માં મુકાયેલા ચંદ્રાવાડીયાની આ જુદી જુદી જગ્યાએ ર૬મી બદલી છે!!

જો કે શ્રી ચંદ્રાવાડીયાએ પોલીસ પરિવાર દ્વારા ગત વર્ષની નવરાત્રીમાં નવરાત્રી મહોત્સવ, સામાજિક કાર્યો તથા રકતદાન કેમ્પ, જુગાર દરોડો, દારૂના દરોડા, લોકડાઉનમાં જરૂરતમંદોને ભોજન, કીટ વિતરણ વિ. કાર્યો તથા ૩૦ લાખની ઠગાઇનો કેસ પકડયો વિ. કાર્યો ખુબજ સારી રીતે કર્યા હતા.

(3:30 pm IST)