Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

કેશોદના અમૃતનગરમાં ચાલુ વરસાદે ભીનાં કપડાં ટી.સી. પર પડતાં શોર્ટસર્કિટ

કેશોદ,તા.૪:અમૃતનગર વિસ્તારમાંઙ્ગ પ્રવેશતાંજ આવેલ આસ્થા હોસ્પિટલ ની બાજુમાં જીઇબી નું ટ્રાન્સફોર્મર આવેલું છે જયાં બપોરના સમયે ધોધમાર વરસાદ વરસતા અચાનક ગેલેરી કે અગાશી પરથી ભીનાં કપડાં ટ્રાન્સફોર્મર પર પડતાં શોર્ટસર્કિટ નાં કારણે હરિ મીલ ફિડરનો વિજ પુરવઠો દોઢક કલાક સુધી ખોરવાઈ ગયો હતો. ટ્રાન્સફોર્મર પર કપડાં પડી જવાની ઘટનાઓ આગાઉ પણ બનેલી હતી.

કેશોદ જીઇબી નાં એન્જિનિયર કાતરીયાઙ્ગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે ચોમાસામાં બહુમાળી બિલ્ડિંગમાં વસતા લોકો એ બાજુમાં ટ્રાન્સફોર્મર આવેલું હોય તો શોર્ટસર્કિટ થાય એવી વસ્તુઓ સુકવતા કે ફેંકતાં પહેલાં સાવચેતી રાખવી જોઈએ. જીઇબીનાં ટ્રાન્સફોર્મર પર કપડાં પડતાં પાવર બંધ થઈ જતાં સદનશીબે જાનહાની ટળી હતી.(

(12:51 pm IST)