Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ધ્રોલમાં મુંબઇથી આવેલા બે સગાભાઇઓ સહિત જામનગર જિલ્લામાં ૭ ને કોરોના

હાલારમાં મહામારીના કેસમાં ચિંતાજનક વધારાથી લોકોમાં ભય : તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

જામનગર, તા. ૪ : જામનગર જિલ્લામાં કોરોનાના આજે વધુ ૭ કેસ નોંધાયા છે. જેમાં જામનગર જિલ્લાનાં ધ્રોલમાં મુંબઇથી આવેલા બે સગાભાઇઓ તથા સુમરા ગામની વાડીમાં ૧ મહિલા સહિત ૭ ના રિપોર્ટ પોઝિટીવ આવતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જામનગરમાં આજે કોરોના ના નવા સાત કેસ જેમાંથી શહેરમાં એક અને જિલ્લામાં છ કેસ છે કેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

જેમાં જીએસએફસી ટાઉનશિપમાં રહેતી મહિલા. ધ્રોલ માં બે બાળક સહિત ૩ વ્યકિતઓ સંક્રમિત. અને લાલપુર તેમજ સચાણામાં એક એક કેસ નોંધાયાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

જેમાં ધ્રોલના મોચી બજારમાં મુંબઇથી આવેલા બે સગા ભાઇઓ કેયુરભાઈ હિમાન્સુ ઉ.વ.૧૧,પાર્થભાઈ હિમાન્સુ ઉ.વ. ૯ ના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે.

આ ઉપરાંત વેસતીબેન કેકડીયા  ઉ.વ. ૩૦  રહે. સુમરા ગામ વાડી આદિવાસી મંજુર  મહિલાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.

(12:12 pm IST)