Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ઝાલાવાડમાં ધો. ૧ અને ૯ માં ઓછા પ્રવેશ સામે શિક્ષણ વિભાગ લાલઘૂમ

કોઇ પ્રવેશથી વંચિત રહેશે તો પગલા લેવાશે : ડીપીઓ ચૌધરી : ફી માટે વાલીની અનુ કૂળતા : મુજબ રહેવા ખાનગી શાળાને સુચના : ધો. ૧માં આરટીઇ પ્રવેશ મળે તેઓને એલસી અપાશે

ચોટીલા તા. ૪ : ઝાલાવાડમાં કોરોના કહર વચ્ચે ધોરણ ૧ અને ૯ માં ઓછા પ્રવેશ જોવા મળતા પ્રવેશપાત્ર બાળકો પ્રવેશ વગર ના રહે તે માટે ખાનગી શાળા, માધ્યમિક અને આશ્રમ શાળાનાં સંચાલકોને કડક કાર્યવાહી માટે ચિમકી સાથે તાકિદ કરાતા પ્રવેશ કાર્યવાહી પુર્ણ કરવા કવાયત મચી છે.ઙ્ગ

સુરેન્દ્રનગર જીલ્લામાં ગત વર્ષ કરતા નામાંકન ધોરણ એક અને નવમાં ઓછુ હોવાથી ખાનગી, માધ્યમિક, આશ્રમશાળા અને સરકારી પ્રાથમિક શાળાઓને દિવસ બે માં પ્રવેશ આપી નામાંકની કાર્યવાહી પુર્ણ કરવા જીલ્લા શિક્ષણ અધિકારી ચૌધરી દ્વારા તાકિદ કરવામાં આવેલ છે.ઙ્ગ

ચોટીલા ખાતે એક મુલાકાતમાં ખાનગી સંચાલકો અને સરકારી શાળાને આ બાબતે સ્પષ્ટ કહેવામાં આવેલ છે કે દિવસ બે માં નામાંકન ની કાર્યવાહી પુર્ણ કરી ઓનલાઇન એન્ટ્રી થવી જોઈએ જે શાળામાં પ્રવેશ પ્રક્રિયા નહી થાય તેવી શાળાનાં વર્ગ રદ કરવામાં આવશે તેવી તાકિદ સાથે સુચન કરાયુ છે.

આ સંદર્ભે ડીપીઓ એ જણાવ્યું છે કે અનેક ખાનગી શાળામાં પ્રવેશ સંખ્યા ખુબ ઓછી જોવા મળી છે તેમજ ધો. ૮ પાસ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા સામે ધો. નવમાં પ્રવેશ આંક ઓછો છે ત્યારે સરકાર દ્વારા હાલના સમયને લઈને ફી માટે કોઇ બાળક પ્રવેશ વગર ના રહે તે હેતુથી ખાનગી સંચાલકોને તાકિદ કરાયા છે કે વાલીઓની અનુકુળતા મુજબ રહી આવા તમામ ને પ્રવેશ આપી દેવાનો છેઙ્ગ

તેમજ ઓનલાઇન શિક્ષણનો ખાનગીને પણ અમલ કરવા તાકીદ કરાયા છે રાજય શિક્ષણ વિભાગ દ્વારા હાલના સમયને અનુરૂપ શિક્ષણકાર્ય ઓનલાઇન અપાય છે તે તમામ લીંક અને મટીરીયલ્સ સરકારી અને ખાનગી શાળા સુધી પહોચાડાય છે જે દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની જે તે શાળાની જવાબદારી છે. અને કોઇ બાળક શિક્ષણ થી વંચિત ના રહે તેના માટે કડક હાથે મોનીટરીંગ જીલ્લા કક્ષાએથી ગોઠવવામાં આવેલ છે.ઙ્ગ

સરકારી શાળાનાં દરેક આચાર્ય ને ફરજીયાત દરરોજ શાળા સમયમાં હાજર રહેવાનું છે. રોટેશન ફકત શિક્ષકો માટે છે. અને વાલી અને વિદ્યાર્થી સંપર્ક વેગવંતો બનાવી વિભાગ દ્વારા ઘરે બેસીને બાળક અભ્યાસ કરેઙ્ગ તે દિશામાં કાર્યરત રહેવા સુચના અપાઇ છે.ઙ્ગ

ચોટીલા તાલુકાની મુલાકાત દરમિયાન શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગના જવાબદારો સાથે એક મુલાકાત ગોઠવી પ્રવેશપાત્ર બાળકો ને પ્રવેશ આપી તેઓના નામાંકનની પ્રક્રિયા દિવસ બેમાં પૂર્ણ કરવા તાકીદ કરાતા શિક્ષણ વિભાગ અને ખાનગી શાળામાં પણ કવાયત હાથ ધરવામાં આવી છે.ઙ્ગ

ખાનગી અને સરકારી શાળામાંઙ્ગ ધો. એકમાં પ્રવેશપાત્ર બાળકનાં વાલીઓ હાલ વિદ્યાર્થીઓનું એડમીશન કરાવી લે ખાનગી શાળામાં ફી માટે તમારી અનુકુળતા મુજબ જ રહેશે તેમજ આરટીઈમાં જે બાળકને પ્રવેશ મળશે તેનું તે સમયે એલસી આપી તે બાળકને પ્રવેશવાળી શાળામાં દાખલ કરાશે માટે વાલી ચિંતા ન કરે તેમ શિક્ષણ વિભાગે જણાવેલ છે.(

(11:35 am IST)