Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

મોરબીઃ એલઆરડી બહેનો દ્વારા આવેદન

મોરબીઃએલઆરડીની તમામ બહેનો અને વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે છેલ્લા દ્યણા સમયથી એલઆરડી બહેનોની ભરતી વિવાદમાં રહી છે ગાંધીનગરમાં ૭૨ દિવસના આંદોલન બાદ રાજય સરકારે સમાધાન ફોર્મ્યુલા અપનાવી બહેનોનું આંદોલન શાંત પાડ્યું જે વાતને પણ ચાર મહિના વીતી ગયા છે પરંતુ હજુ સુધી લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા બહેનોને ફરજ પર હાજર કરવામાં નથી આવ્યા હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે રાજય સરકાર કોરોના મહામારી વચ્ચે ફરી એકવાર અમને આંદોલન કરવા મજબુર કરી રહી છે આવેદનમાં જણાવ્યું છે કે એલઆરડી તમામ બહેનો તથા વિવિધ સમાજ અને સંગઠનોએ તા. ૧૫ સુધીમાં એલઆરડી બહેનોને હાજર નહિ કરવામાં આવે તો ગુજરાતમાં રાજયવ્યાપી આંદોલન કરવાનું નક્કી કર્યું છે. એલઆરડી બહેનો જિલ્લા કલેકટર કચેરીએ આવેદન આપવા આવ્યા તે તસ્વીર.(

(11:34 am IST)