Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

અબડાસામાં કેસરિયા કરનાર કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપના ઉમેદવાર : ભુપેન્દ્રસિંહ ચુડાસમાની કચ્છમાં જાહેરાત

ભુજમાં ભુપેન્દ્રસિંહ અને કે.સી. પટેલે કચ્છ ભાજપ સંકલન સમિતિ સાથે બેઠક યોજી અબડાસાની પેટા ચૂંટણી માટે કરી ચર્ચા

ભુજ,તા.૪: સંભવતઃ આવનાર સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો માટે યોજાનાર પેટા ચૂંટણીની ભાજપે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે.

કચ્છની અબડાસા બેઠક સંદર્ભે ભુજ આવેલા ભાજપના પ્રદેશ નિરીક્ષકો ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કે.સી. પટેલે કચ્છ જિલ્લા ભાજપ સંકલન સમિતિ સાથે બેઠક યોજી હતી.

દરમ્યાન મીડીયા સાથે વાત કરતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભાજપ વતી અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજા રહેશે. કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ કેસરિયા કરનાર પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ ભાજપમાંથી ફરી ટીકીટ માટે દાવો કર્યો છે એવી ચર્ચા વચ્ચે યોજાયેલી આ બેઠકમાં ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ અન્ય કોઈ પણનો દાવો ન આવ્યો હોવાનું જણાવ્યુ હતું.

 કચ્છ ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં બન્ને નિરીક્ષકો ઉપરાંત ભાજપના પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજયમંત્રી વાસણ આહીર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, દાવેદાર પ્રદ્યુમ્નસિંહ જાડેજા સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.(

(11:21 am IST)