Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

કચ્છના દરિયામાંથી ચરસના વધુ ૧૭ પેકેટ જપ્ત

પાકિસ્તાનના હાથ અને ચરસ પ્રકરણના મૂળ સુધી પહોંચવાના સરકારના હુંકાર વચ્ચે બિનવારસુ ચરસ મળવાનો સિલસિલો યથાવત

ભુજ,તા.૪: કચ્છના દરિયામાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો હજીયે ચાલુ જ રહ્યો છે. હવે જખૌ પોલીસને દરિયા કિનારે આવેલા ભારત સોલ્ટના મીઠાના અગરોથી આગળ દરિયામાંથી ચરસના ૧૭ પેકેટ મળી આવ્યા છે.

આથી અગાઉ કોસ્ટગાર્ડ, એટીએસ, નેવી ઇન્ટેલિજન્સ બીએસએફ, આઈબી અને પોલીસ સહિતની અલગ અલગ સુરક્ષા એજન્સીઓને ચરસના એક હજાર પેકેટ મળી આવ્યા છે.

ચરસના આ બિનવારસુ પેકેટ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા જાહેર કરી ચુકયા છે અને ચરસ પ્રકરણના મૂળ સુધી પહોંચવાનો હુંકાર પણ તેમણે સરકાર તરફથી કર્યો છે.(

(11:19 am IST)