Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

જનભાગીદારી થકી વિકાસની ઉત્કૃષ્ટ કામગીરી કરતું જૂનાગઢ જિલ્લાનું અરણિયાળા ગામ

પાણી ગામમાં'નો સંકલ્પ કરી વરસાદી પાણીના સંગ્રહ માટે ગ્રામજનોના પ્રેરણાદાયી બન્યા શ્રી નારણભાઈ ડોબરીયા : અરણિયાળાના ૮૦ પરિવારો એક વર્ષ સુધી વરસાદનું પાણી સંગ્રહી પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અપીલ ગ્રામજનોને હૃદયમાં સ્પર્શી... લોકો જાતે પાણી સમસ્યાનો ઉકેલ લાવ્યા

જુનાગઢ તા.૪: વીસમી સદીના ઉત્ત્।રાર્ધમાં જયારે વિશ્વમાં નવા જાહેર વહીવટ ની બોલબાલા શરૂ થઇ ત્યારે તેમાં પ્રતિસ્પર્ધા અને જનભાગીદારી મુખ્ય હતા. કેન્દ્ર અને રાજય સરકારે ગુડ ગવર્નન્સ અને સુશાસન માં આ બંને મુદ્દા થકી વિકાસ ની વિભાવના સ્પષ્ટ કરી છે.ઙ્ગ તેના અનેક ફળદાયી પરિણામો ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકામાં આપણને જોવા મળ્યા છે.

   વાત છે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના અરણિયાળા ગામની, જયાં લોકોએ જનભાગીદારી થકી વિકાસના પરિણામો બતાવ્યા છે.

પાણીની સમસ્યાને જડમૂળથી દૂરઙ્ગ કરવા રાજય સરકારે ક્રાંતિકારી નિર્ણય લીધા છે અને હજુ પણ લઈ રહી છે ત્યારે તેમાં જો જનભાગીદારી ભળે તોઙ્ગ કંઈક અનોખા પરિણામ આવતા હોય છે. મેંદરડાના અરણિયાળા ગામમાં પાણીની સમસ્યાથી મુકત થવા ગામલોકો વરસાદનું ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાંનો મંત્ર અપનાવી વરસાદી પાણીનું નિયમિત સંગ્રહ કરે છે.

 વાત છે ૨૦૦૨ના વર્ષની કે જયારે અરણિયાળામાં સૌપ્રથમ નારણભાઈ ડોબરીયા નામના જાગૃત ખેડૂતે ૧૨૦૦૦ લીટર પાણીનુ સંગ્રહ થઈ શકે એવો એક ભુગર્ભ ટાંકો તેના મકાનમાં બનાવ્યો હતો. ગામમાં ભુગર્ભ જળ ઉંડા જઈ રહ્યા હતા અને નારણભાઈ નો આ પ્રયોગ ગામલોકોને સ્પર્શી ગયો.નારણભાઈએ ગામ આખા ને ભૂગર્ભ ટાંકા બનાવવા અપીલ કરી અને એ પરંપરા ૧૭ દસ વર્ષથી ચાલી આવે છે.

ઙ્ગ  અરણીયાના જાગૃત નાગરિક શ્રી નારણભાઈ કહે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓએ સૌ પ્રથમ જળશકિતને પ્રાધાન્ય આપ્યું હતું. અને આજે પણ તેઓઙ્ગ પાણી ની બચત કરવા મન કી બાતમાં અપીલ કરી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ સુજલામ  સુફલામ જળ અભિયાન થકી લોકોને આ અભિયાનમાં જોડયા છે.તેઓ કહે છે કે અમે પુષ્ય નક્ષત્ર માં વરસાદનું પાણી ભરીએ છીએ કારણ કે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે આ પાણી અમૃત સમાન છે અને રોગચાળો થતો નથી અને વર્ષભર શુદ્ઘ રહે છે. જુનાગઢ કૃષિ યુનિવર્સીટી માં પણ અમે આ પાણીનું ટેસ્ટિંગ કરાવતા તેમાં સૌથી વધુ શુદ્ઘતા જોવા મળી છે.

અહેવાલઃ નરેશ મહેતાઃ ક્રિષ્ના

સિસોદિયા, જુનાગઢ

   જૂનાગઢના જૂના મકાનોમાં છે ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના ભૂગર્ભ ટાંકા

જૂનાગઢઃ મહાનગર ઉંચાણ માં આવેલું હોવાથી વરસાદનું પાણી વંથલી તરફ વહી જાય છે. જુનાગઢ ના જુના વિસ્તારમાં નાગર પરિવારોના જૂના મકાનોમાં દરેક ફળિયામાં જુના જમાના ના ભુગર્ભ ટાંકા આજે પણ મોજૂદ છે. નવી પેઢીના લોકો તેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. અને પૂર્વજોએએ શરૂ કરેલી આ પરંપરા જાળવી રાખી વરસાદી પાણી ની બચત કરી આખું વર્ષ પાણીનો ઉપયોગ કરે છે.

રાજય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાન માં પણ જુનાગઢના જુના તળાવો, લોલ નદી તેમ જ ભવનાથ વિસ્તાર અને આસપાસના વિસ્તારમાંઙ્ગ માટીકાપ કાઢીને પાણી ની સંગ્રહ ક્ષમતા વધારવામાં આવી છે. વન વિભાગ અને લોકો તેમજ સંસ્થાઓના સહયોગથી દોઢ દાયકા પહેલા પથ્થરનીજૂની ખાણોને એકબીજા સાથે જોડીને સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

(1:25 pm IST)