Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

ભેસાણના રાણપુરમાં જાહેરમાં જુગાર રમતા ૪ પકડાયાઃ ર નાસી છૂટ્યા

ભેસાણ પોલીસ દ્વારા કાર્યવાહીઃ ૧૫ હજારનો મુદામાલ જપ્ત

જુનાગઢ તા.૪: જુનાગઢ રેન્જના આઇજીપી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા તથા પ્રોહિબીશન અને જુગારના બુટલેગરો ઉપર ખાસ વોચ રાખી, પ્રોહીબિશન જુગારના કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખી, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારો તથા પોલીસ ઓફિસરને સૂચનાઓ કરવામાં આવેલ છે. જે અન્વયે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભેસાણ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ.એમ.સી.ચુડાસમા તથા પોલીસ સ્ટાફના એ.એસ.આઇ. સરમણભાઇ તથા પો.કો. જનકસિંહ તથા સતીષભાઇ તથા કલ્પેશભાઇ સહિતના માણસોની ટીમ દ્વારા ભેસાણ તાલુકાના રાણપુર ગામે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (૧)પ્રવિણ પીઠાભાઇ રાખસીયા ઉ.વ.૪૨ રહે.માંડવા તા. ભેસાણ જી.જુનાગઢ (૨)મનસુખ પોપટભાઇ મોણપરા (ઉ.વ.૪૫)રાણપુર રહે.તા.ભેસાણ જી.જૂનાગઢ, (૩) રમેશ મનજીભાઇ રાખસીયા (ઉ.વ.૨૮) રહે.રાણપુર તા.ભેસાણ જી.જૂનાગઢ (૪)હુશેન બચુભાઇ સિપાઇ (ઉ.વ.૪૮) રહે.રાણપુર તા.ભેસાણ જી.જૂનાગઢને રોકડ રકમ રૂ.૧૫,૧૯૦ તથા ગંજીપતાના પાના નં.૫૨ મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. આ રેઇડ દરમિયાન આરોપીઓ (૫)મનોજ જેઠાભાઇ મારૂ રહે રાણપુર (૬)સુજીભાઇ સુમરા રહે રાણપુર વાળા નાસી ગયેલ હતા. પકડાયેલ તમામ આરોપીઓ તથા નાસી ગયેલ આરોપીઓ વિરૂધ્ધ ભેસાણ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. એમ.સી.ચુડાસમાએ જાતે સરકાર તરફે બની જુગાર ધારા મુજબ ગુન્હો નોંધાવેલ છે.

(1:25 pm IST)